Site icon Revoi.in

વડનગરની એક વર્ષમાં 8.65 લાખ પ્રવાસીઓની મુલાકાત લીધી

Social Share

અમદાવાદઃ વિધાનસભા ગૃહમાં ઊંઝાના ધારાસભ્ય કે.કે પટેલના પ્રશ્નનો પ્રસ્તુત્તર આપતા પ્રવાસન મંત્રી મૂળુ બેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રાચીન અને ઐતિહાસિક નગરી વડનગરને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન તેમજ આધ્યાત્મિક હેતુથી વિકસાવાઈ રહી છે. વડનગરમાં સપ્ત ઋષિનો આરો તથા દાઈલેકને રૂ.1,264 લાખના ખર્ચે વિકસાવવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને તેના માટે એજન્સીને લેટર ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યો છે.  ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના અને ગુજરાત સરકારના વિશેષ પ્રયાસોના પરિણામે છેલ્લા એક વર્ષમાં અંદાજે 8.65 લાખ જેટલા પ્રવાસીઓ વડનગરની મુલાકાત લીધી છે. પ્રવાસન માટે અગ્રેસર ગુજરાત વિદેશી પ્રવાસીઓ માટે પણ પ્રથમ પસંદગીનું સ્થાન રહ્યું છે.

પેટા પ્રશ્નનો જવાબ આપતા પ્રવાસન મંત્રીએ કહ્યું હતું હતું કે, વડનગર ખાતે સપ્તઋષિનો આરો તેમજ દાઈલેક ખાતે લેન્ડસ્કેપિંગ, પ્રવેશ દ્વાર, પાર્કિંગ અને ટોયલેટ બ્લોક જેવી આધુનિક સુવિધા પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવશે. પ્રવાસન મંત્રી મૂળુ બેરાએ વધુ વિગતો આપતા ગૃહમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં અંદાજે 15 કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે, જે પ્રવાસન ક્ષેત્રે ગુજરાતની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.