Site icon Revoi.in

અમદાવાદમાં પોલીસ દ્વારા એન્વાયરમેન્ટની જાગૃતતા માટે 5 કિમીની દોડ યોજાઈ

Social Share

અમદાવાદઃ શહેર પાલીસ દ્વારા સામાજિક અને લોકજાગૃતિ માટેના બ્લડ ડોનેશન સહિત અવનવા કાર્યક્રમો યોજવામાં આવતા હાય છે. જેમાં G-20  અંતર્ગત શહેરીજનોમાં ક્લાઈમેટ અને એન્વાયરમેન્ટને લઈને જાગૃતતા આવે તે માટે દોડ યોજવામાં આવી હતી. પોલીસના અધિકારીઓ અને જવાનોએ સાબરમતી રિવરફ્રન્ટ પર 5 કિમીની રન યોજી હતી,

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર  પોલીસ દ્વારા 5 કિમી રનનું રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના સ્પેશિયલ બ્રાન્ચના JCP અજય ચૌધરી, ટ્રાફિક DCP સફિન હસન અને નીતા દેસાઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા  હતા. આ ઉપરાંત મોનલ ગજ્જર, કિંજલ રાજપ્રિય અને વિશાલ પારેખ સહિત  ગુજરાતી સેલિબ્રિટી પોલીસને મોટીવેટ કરવા હાજર રહ્યા હતા. આ તમામ દ્વારા સવારે 6 વાગે 5 કિમી રનને ફ્લેગઓફ કરવામાં આવ્યું હતું. રિવરફ્રન્ટ પર જ 5 કિમી રનનું આયોજન કરવામાં આવ્યું હતુ. પુરુષ અને મહિલા પોલીસના પ્રથમ 4-4 આવનાર જવાનોને ઇનામ આપવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ આવનારને 10,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું.

આ અંગે અમદાવાદ ટ્રાફિક DCP સફિન હસને જણાવ્યું હતું કે, G20 અંતર્ગત ક્લાઈમેટ અને એન્વાયરમેન્ટ માટે રન યોજવામાં આવી હતી. આ રનમાં 750થી વધુ જવાનોએ ભાગ લીધો હતો. ACP, PI અને PSI સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા. જેમને 5 કિમીની રન પુરી કરી હતી. રનમાં પ્રથમ 4 નંબર આવનારને અમદાવાદ પોલીસ દ્વારા ઇનામ પણ આપવામાં આવ્યા હતા. રનમાં પ્રથમ આવનાર સુરેશસિંહ ભાટીએ જણાવ્યું હતું કે, હું સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોકરી કરું છું. મેં 16 મિનિટ 4 સેકેન્ડમાં રનિંગ પૂરું કર્યું છે. રનિંગથી સ્વાસ્થ્ય સારું રહે છે. હું નિયમિત સાયકલિંગ અને રનીંગ કરું જ છું. લોકોએ સવારમાં ફિટનેશ જાળવવા સવારે રનિંગ કરવું જોઈએ. મને ઇનામ મળ્યું તે મારી દીકરીના અભ્યાસ પાછળ ખર્ચીશ.