Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગ દ્વારા કોન્ફરન્સ યોજાઈ

A conference was organized by the Psychology Department at Gujarat University

A conference was organized by the Psychology Department at Gujarat University

Social Share

અમદાવાદ, 18 ફેબ્રુઆરી, 2026 – Gujarat University ગુજરાત યુનિવર્સિટીના સ્કુલ ઓફ સાયકોલોજી, એજ્યુકેશન અને ફિલોસોફી વિભાગમાં આજે 18 ફેબ્રુઆરીને બુધવારે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા THE RELEVANCE OF CONTEMPORARY IN PSYCHOLOGY  WORLD’ થીમ ઉપર એક દિવસીય નેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ મનોવિજ્ઞાનના અધ્યાપકો હાજર રહ્યા હતા.

A conference was organized by the Psychology Department at Gujarat University

આ એક દિવસે નેશનલ કોન્ફરન્સનો મુખ્ય હેતુ મનોવિજ્ઞાન સાથે ભવિષ્ય તેમજ વર્તમાન સાથે સંબંધિત સમસ્યાઓ તેનું સમાધાન તેમ જ જરૂરી એવા નોવિજ્ઞાનના હસ્તક્ષેપ વિશે સંશોધન વિશે અલગ અલગ વિષય નિષ્ણાતો ધ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

આ પણ વાંચોઃ નવા કરવેરાના ભારણ વિના બજેટમાં ગત વર્ષ કરતા કદમાં 10.2 ટકાનો વધારો થયોઃ નાણા મંત્રી

મનોવિજ્ઞાન ભવનના ડાયરેક્ટર ચારણ સાહેબ, મનોવિજ્ઞાન વિષયના કોર્ડીનેટર ડો. શૈલેષ રાવલ અને ડો. મુકેશ પ્રજાપતિ દ્વારા કોન્ફરન્સનું  આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સનું સંચાલન ડો. અરવિંદભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કોન્ફરન્સના મુખ્ય મહેમાન અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગના ડીસીપી ચિરાગભાઈ પટેલ સાહેબે સાઇબર સિક્યુરિટી, સાયબર સાયકોલોજી અને ક્રાઈમના વિષયમાં મનોવિજ્ઞાન વિશેની ભૂમિકા વિશે સમજ આપી હતી. માનસિક આરોગ્ય વિભાગના સુપ્રિટેન્ડેન્ટ  ડો.અજય ચૌહાણ અને ડો. ચિરાગ પરમાર દ્વારા મનોવિજ્ઞાન વિષય અને ન્યુરોસાયન્સ વિશે ભવિષ્યની યોજનાઓ અને કાઉનસેલર અને સાયકોલોજિસ્ટની ભવિષ્યલક્ષી ભૂમિકા વિશે ઊંડાણપૂર્વક વાત કરી.

A conference was organized by the Psychology Department at Gujarat University

આ પણ વાંચોઃ PM મોદીએ બાંગ્લાદેશના નવા પ્રધાનમંત્રીને પત્ર લખ્યોઃ જાણો નરેન્દ્ર મોદીએ શું કહ્યું છે એ પત્રમાં?

ગુજરાત યુનિવર્સિટીના સાયકોલોજી બોર્ડના ચેરમેન નીતિન પેથાણીએ મનોવિજ્ઞાન અને ભારતીય મનોવિજ્ઞાન વિશે રહેલા સંબંધો વિશે ખ્યાલ પૂરો પાડ્યો હતો. સી. યુ. શાહ આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડો. કરસન ચોથાણી દ્વારા મનોવિજ્ઞાન વિષય અને મનોવૈજ્ઞાનિક તરીકે વિદ્યાર્થીના જીવનમાં વ્યક્તિત્વ ઘડતર કઈ રીતે કરવું જોઈએ તેના વિશેની સમજ પૂરી પાડી હતી.

આ સાથે મનોવિજ્ઞાન વિષયના 90 થી વધારે વિદ્યાર્થીઓએ મનોવિજ્ઞાનના અલગ વિષય જેવા કે ભારતીય યુવાનોના મનોવલણ, પ્રત્યક્ષીકરણ, માનસિક રોગ સાથેના કેસ સ્ટડીસ, કાઉન્સેલીંગ વિષય સાથે સંબંધિત રિસર્ચ પેપર પબ્લિશ કર્યા હતાં.

Exit mobile version