Site icon Revoi.in

રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે 17મી જુને ભારત અને દ.આફ્રિકા વચ્ચે ક્રિકેટ મેચ રમાશે

Social Share

રાજકોટઃ ભારત સાથે ક્રિકેટ રમવા માટે સાઉથ આફ્રિકા ટીમનું મુંબઈમાં આગમન થઈ ગયુ છે અને બન્ને ટીમે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. ભારત અને આફ્રિકા વચ્ચેનો ચોથી ટી/20 મેચ રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે. અને તા.15મીએ બન્ને ટીમનું વિશાખાપટ્ટનમથી ચાર્ટર ફલાઈટમાં રાજકોટમાં આગમન થશે. આ મેચ માટેની ટિકિટનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે છેલ્લે 17મી જાન્યુઆરી-2020ના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાઈ હતી.  જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ 2015ની 18મી ઓકટોબરે રાજકોટના સ્ટેડિયમમાં મહાત્મા ગાંધી નેલ્સન મંડેલા સિરીઝ રમવા માટે આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાકાળ બાદ હવે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ફરીથી ક્રિકેટરસિકોને આવકારવા આતુર છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ 15મી જૂને ખાસ વિમાન દ્વારા રાજકોટ આવી પહોંચશે. આ બન્ને ટીમ વચ્ચેનો મેચ 17મી જૂને સાંજે 7 વાગ્યાથી ક્રિકેટ મેચ રમાશે. આ મેચ માટેની ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ થઈ રહ્યું છે. બૂક માય શો ઉપરથી આ મેચની ટિકિટ મળશે સાથોસાથ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ટિકિટ વેચાણ માટે અન્ય વ્યવસ્થા પણ ઊભી કરી છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમાં ક્રિકેટ રસિયાઓનો મોટો વર્ગ છે. તાજેતરમાં અમદાવાદમાં આઈપીએલની મેચને નિહાળવા રાજકોટથી મોટી સંખ્યામાં યુવાનો ગયા હતા. રાજકોટમાં પણ સ્ટેડિયમ પ્રેક્ષકોની ફુલ થઈ જશે. હાલ ટિકિટ મેળવવા માટે સારીએવી ઈન્કવાયરીઓ મળી રહી છે. પોલીસ દ્વારા પણ યોગ્ય બંદોબસ્ત ગોઠવવાનું પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે.