Site icon Revoi.in

રાજકોટથી સમસ્તીપુર વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશેઃ કન્ફોર્મ ટિકિટવાળા મુસાફરો જ પ્રવાસ કરી શકશે

Social Share

રાજકોટ:  પશ્ચિમ રેલ્વે  દ્વારા મુસાફરો ની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને તા. 21મી એપ્રિલ 2021 ના રોજ રાજકોટથી સમસ્તીપુર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાશે.  ડિવિઝનલ રેલવે મેનેજરે જણાવ્યું હતું કે આ ટ્રેન સંપૂર્ણ રીતે અનામત રહેશે અને વિશેષ ભાડા સાથે ચાલશે. એટલે કે કન્ફર્મ ટિકિટવાળા જ મુસાફરી કરી શકશે

પશ્વિમ રેલવેના સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે,  રાજકોટ – સમસ્તીપુર  જંકશન દોડનારી વિશેષ ટ્રેન તારીખ 21 એપ્રિલ 2021 ને બુધવારે સવારે 11.00 વાગ્યે રાજકોટ થી ઉપડશે અને શુક્રવારે સવારે 06:00 કલાકે સમસ્તીપુર જંકશન પહોંચશે. બદલામાં સમસ્તીપુર જંકશન-રાજકોટ વિશેષ ટ્રેન તા. 24 એપ્રિલ, 2021 ને શનિવારે સમસ્તીપુર જંકશનથી સવારે 06:20 વાગ્યે ઉપડશે અને સોમવારે સવારે 03.05 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં અમદાવાદ, છાયાપુરી, ગોધરા, રતલામ, કોટા, સવાઇ માધોપુર, ભરતપુર, અચનેરા, મથુરા, હાથરસ સિટી, કાસગંજ, ફર્રુખાબાદ, કન્નૌજ, કાનપુર સેન્ટ્રલ, એશબાગ, બારાબંકી, ગોંડા, બસ્તી, ગોરખપુર, દેવરીયા સદર, સીવાન, છપરા, હાજીપુર અને મુઝફ્ફરપુર સ્ટેશનો પર રોકાશે. આ વિશેષ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ સીટીંગ ક્લાસના આરક્ષિત કોચ રહેશે.

આ ટ્રેન ખાસ ભાડા સાથે દોડશે. ટ્રેન નંબરનું રિઝર્વેશન તમામ કોમ્પ્યુટરાઇઝ્ડ પેસેન્જર આરક્ષણ કેન્દ્ર અને આઈઆરસીટીસી વેબસાઇટ પરથી શરૂ કરવામાં આવ્યુ છે..  પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -19 થી સંબંધિત તમામ ધોરણો અને એસઓપી અનુસરવા વિનંતી કરી છે.