1. Home
  2. Tag "tourist"

આ વર્ષે નવેમ્બર સુધીમાં બે કરોડ પ્રવાસીઓએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી

દિલ્હી:કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જણાવ્યું કે આ વર્ષે નવેમ્બર સુધી બે કરોડ પ્રવાસીઓએ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી, જે રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ પ્રવાસીઓ છે. પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ ઉપલા ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં આ માહિતી આપી હતી.તેમણે કહ્યું કે ભારત સરકારે ઉત્તર-પૂર્વ સહિત દેશના વિવિધ ભાગોમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ઘણા […]

અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટ પર એક પ્રવાસીને બોમ્બ મુકાયાની મજાક કરવી ભારે પડી

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પરથી  દિલ્હી જતી ફ્લાઈટમાં ફાઈનલ ચેકિંગ દરમિયાન નહીં બેઠેલા મુસાફરને ફ્લાઇટ અટેન્ડને ફોન કર્યો તો સામેથી ફ્લાઈટમાં હું કેમ આવું ફ્લાઇટમાં બોમ્બ છે તેવો જવાબ મળતા સમગ્ર એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ ફ્લાઇટના કર્મચારીએ સીઆઇએસએફને કરતા સીઆઇએસએફએ અમદાવાદ પોલીસને જાણ કરી હતી. સમગ્ર મામલે તપાસ […]

શું તમે નેચર લવર્સ છો, પર્વતોની હારમાળા અને કુદરતી સૌંદર્યની મજા માણવી છે તો જાણો મહારાષ્ટ્રમાં આવેલા આ સ્થળો વિશે

પર્વતોની હારમાળા અને કુદરતી સૌંદર્યની મજા મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં  આવેલા છે સુંદર સ્થળો મુંબઈઃ- શિયાળો આવતા ડ ફરવાના શોખીનો અવનવી જગ્યાઓની મજા માણવા નીકળી પડ છે, એક બાજૂ ઠંડીની મોસમ હોવા છત્તા ઠંડા વિસ્તારોમાં લોકોને ફરવાનો વધુ ક્રેઝ હોય છે. ત્યારે આજે આવાજ વિસ્તારોની વાત કરીશું જે મહારાષ્ટ્રની સુંદરતામાં વધારો કરે છે.એડવેન્ચરથી લઈનેદરેક બાબતો અહી તમને […]

સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે, પ્રવાસીઓ માણી શકશે હોટ એર બલૂનની મજા

સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે હોટ એર બલૂનની સુવિધા શરૂ પ્રવાસીઓમાં પણ બન્યો ચર્ચાનો વિષય ગુજરાતમાં પ્રવાસીઓને પસંદ આવતા સૌથી વધારે સ્થળોમાંનું એક સ્થળ એટલે કે સાપુતારામાં હવે હોટ એર બલૂનની સેવા શરૂ કરવામાં આવી છે. આ કારણોસર હવે ત્યાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી શકે છે. સાપુતારા પોતાના કુદરતી સૌંદર્યનાં કારણે દેશભરમાં પ્રખ્યાત […]

રાજકોટથી સમસ્તીપુર વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશેઃ કન્ફોર્મ ટિકિટવાળા મુસાફરો જ પ્રવાસ કરી શકશે

રાજકોટ:  પશ્ચિમ રેલ્વે  દ્વારા મુસાફરો ની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને તા. 21મી એપ્રિલ 2021 ના રોજ રાજકોટથી સમસ્તીપુર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાશે.  ડિવિઝનલ રેલવે મેનેજરે જણાવ્યું હતું કે આ ટ્રેન સંપૂર્ણ રીતે અનામત રહેશે અને વિશેષ ભાડા સાથે ચાલશે. એટલે કે કન્ફર્મ ટિકિટવાળા જ મુસાફરી કરી શકશે પશ્વિમ રેલવેના સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે,  […]

સાપુતારામાં કોરોનાને પગલે પ્રવાસીઓ ઘટતા વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયાં

ડાંગઃ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા તેના લીધે પ્રવાસ શોખિનોએ પર્યટન સ્થળોએ ફરવા જવાનું માંડી વાળ્યુ છે. પ્રવાસીઓથી ધમધમતા ગિરિમથક સાપુતારામાં હાલનાં તબક્કે સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. છેલ્લા એક વર્ષથી ખોટ ભોગવતા નાના-મોટા વેપારીઓ હવે કોરોનાની બીજી લહેરમાં વેપાર ધંધા બંધ કરવાની તૈયારી સાથે લાચાર બની ગયા છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર માનવ […]

ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓને કોરોના ટેસ્ટ નેગેટિવ હશે તો જ અપાશે પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થતા તંત્ર વધારે સતર્ક બન્યું છે. તેમજ પડોશી રાજ્યોની સાથેની સરહદો ઉપર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. તેમજ બહારથી આવતા લોકોનું સ્ક્રિનીંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોરોના રિપોર્ટ નેગેટિવ હશે તો જ બહારથી આવનાર પ્રવાસીને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાત ઉપરાંત પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code