Site icon Revoi.in

નક્સલવાદની જેમ મણિપુરમાંથી ઉગ્રવાદના સફાયા માટે બનાવાયો એક્શન પ્લાન

Social Share

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: નક્સલવાદ ઉપર કાબુ મેળવ્યા બાદ હવે કેન્દ્ર સરકાર મણિપુરમાં ઉગ્રવાદને ખતમ કરવાની દિશામાં આગળ વધી રહી છે. નક્સલગ્રસ્ત રાજ્યોની જેમ જ હવે મણિપુરમાં ઉગ્રવાદી ગ્રુપોની ઘેરાબંધી કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ માટે રાજ્યમાં તૈનાત સુરક્ષા દળોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. સીઆરપીએફને મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી શકયતા છે. બીએસએફ અને અસમ રાઈફલના જવાનો નવી ભૂમિકામાં મણિપુરમાં જોવા મળી શકે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર મણિપુરમાં હાજર સેના, સીએપીએફ, અસમ રાઈફલ અને પોલીસ વચ્ચે સમન્વયને વધારે મજબુત બનાવવા અને સંયુક્ત ઓપરેશનોને અસરકારક બનાવવની દિશામાં નવી યોજના બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. મ્યાનમાર સાથે જોડાયેલા સહરદી વિસ્તારમાં ધુસણખોરીને અટકાવવામાં આવશે. ડ્રગ્સ માફિયાઓ ઉપર પ્રહાર કરવામાં આવશે. મણિપુરમાં હિંસાગ્રસ્ત વિસ્તારમાં 300થી વધારે બુલેટપ્રુફ વાહનો તૈનાત કરાશે. એટલું જ નહીં નક્સલગ્રસ્ત વિસ્તારમાં અસરકારક કામગીરી કરનાર સીઆરપીએફની કંપનીઓને પણ મણિપુરમાં તૈનાત કરવામાં આવશે. એટલું જ નહીં સીઆરપીએફની જંગલ વોરફેર માટે પ્રશિક્ષિત કમાન્ડો બટાલિયન ફોર રેજોલ્યુટ એક્શન (કોબરા)ના યુનીટોને પણ મણિપુર મોકલવામાં આવે તેવી શકયતા છે.

નક્સલગ્રસ્ત વિસ્તારની જેમ જ મણિપુરમાં ઓછા અંતરે ફોરવર્ડ ઓપરેટિંગ બેસ (એફઓબી) સ્થાપિત કરવાની યોજના છે. આ વિસ્તારમાં ઉગ્રવાદી જૂથોને બે તરફથી ઘેરાબંધી કરવામાં આવશે. એક તો સરહદી વિસ્તારમાં ઉગ્રવાદીઓની સપ્લાય ચેઈન કાપની નાખવાની સાથે આંતરિક વિસ્તારોમાં એફઓબી દ્વારા ઉગ્રવાદીઓની કમર તોડી નાખવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોની નવી રણનીતિ એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે, ઉગ્રવાદીઓને છુપાવવા માટે કોઈ જગ્યા જ ના મળે. ભારત-મ્યાનમારના સરહદી વિસ્તારમાં સઘન તપાલી અભિયાન ચલાવવામાં આવશે. સેના અને બીએસએફ સહરદી વિસ્તારમાં મોરચો સંભાળશે. સીઆરપીએફ, કોબરા, અસમ રાઈફલ અને સ્થાનિક પોલીસ મણિપુરના અંતરિયાળ વિસ્તારમાં ઉગ્રવાદી જૂનોને સરન્ડર કરવા માટે મજબુર કરશે.

આ પણ વાંચોઃ ઈરાને ઓમાન પાસે કન્ટેનર જહાજ પર કર્યો ગોળીબાર, ટ્રમ્પની દરખાસ્તને ગણાવી ચાલ

Exit mobile version