Site icon Revoi.in

શાહરુખ ખાન અને દિપીકા પાદુકોણ ફિલ્મ ‘પઠાણ’ના શૂટિંગ માટે યૂરોપ રવાના- ફિલ્મના સોંગમાં જોવા મળશે સુંદર શહેરોમાં મ્યૂઝિકલ મેજિક, આ પહેલા ક્યારેય આ સ્થળે નથી થયું હિન્દી ફિલ્મ્સનુ શૂટિંગ

Social Share

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ પઠાણ છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચામાં જોવા મળે છે, ફેંસ આ ફિલ્મની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે, ફિલ્મનું શૂટિંગ હાલ યુરોપના શહેરોમાં શરુ કરવામાં આવી રહ્યું છે , આ ફિલ્મમાં શાહરુખ સાથે દિપીકા પાદુકોણ રોમાન્સ કરતી જોવા મળશે.

યશરાજ ફિલ્મ્સના 50 વર્ષ પૂર્ણ થવા સાથે, આ ફિલ્મ નિર્માણ કંપનીની ફિલ્મોનું સ્તર પણ દિવસેને વધી રહ્યું છે. અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ માટે વિશાળ સેટ પછી, યશ રાજ ફિલ્મ્સે સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ ને શૂટ કરવા માટે વિશ્વના કેટલાક શ્રેષ્ઠ સ્થાનો પસંદ કર્યા અને હવે વારી આ કંપનીની બીજી ફિલ્મ ‘પઠાણ’ છે.

નિર્માતા આદિત્ય ચોપડા અને દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદે પણ આ ફિલ્મ માટે એવા સ્થળોની ઓળખ કરી છે જે હિન્દી સિનેમામાં પહેલા ક્યારેય ન જોઈ હોય. ફિલ્મ ‘પઠાણ’ના બાકીના એક ગીતનું શૂટિંગ યુરોપના સૌથી મોંઘા અને શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાંના એક મેલોર્કામાં થવાનું છે. ફિલ્મના બંને સુપરસ્ટાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ આ શૂટિંગ માટે મુંબઈથી યૂરોપ જવા માટે રવાના થયા છે.

ફિલ્મ ‘પઠાણ’ માટે યશ રાજ ફિલ્મ્સનો ઉદ્દેશ્ય આ ફિલ્મને ક્યારેય ન જોયેલા દ્રશ્યો બનાવવાનો છે જેનો માત્ર મોટા પડદા પર જ આનંદ લઈ શકાય. સિદ્ધાર્થ આનંદ અને યશરાજ ફિલ્મ્સ આ મહત્વાકાંક્ષી લક્ષ્યને હાંસલ કરવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. આ માટે ફિલ્મ ‘પઠાણ’ની ટીમ સ્પેન રવાના થઈ રહી છે.

મળતી માહિતી અનુસાર, આ વખતે ફિલ્મની ટીમનું ડેસ્ટિનેશન મેલોર્કા અને યુરોપના કેડિઝના વેજેર દે લા ફ્રોન્ટેરા હશે. ટીમ 10 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી સ્પેનમાં રહેશે.સ્પેનના આ શહેરોમાં અત્યાર સુધી કોઈ હિન્દી ફિલ્મનું શૂટિંગ થયું નથી. તેથી, હિન્દી સિનેમાના પ્રેક્ષકોને આ સ્થળોએ શૂટ થયેલ ફિલ્મ ‘પઠાણ’ના ગીતોમાં વિશ્વના કેટલાક શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની ઝલક જોવા મળશે.શાહરૂખ ખાન અને દીપિકા મેલોર્કામાં શૂટ થનારા આ સોંગમાં તેઓ પહેલા ક્યારેય ન જોવા મળતા અવતારમાં જોવા મળશે.

શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ વર્ષ 2022 ના તમામ તહેવારોની શુક્રવાર જે રીતે બુક કરવામાં આવી છે તે જોતા, ચર્ચા છે કે આ ફિલ્મ હવે માત્ર 2023 ના વર્ષમાં રિલીઝ થશે.