Site icon Revoi.in

અદાણી ટોટાલ ગેસના નાણા વર્ષ-૨૬ના નવ અને ત્રિમાસિક ગાળાના પરિણામો

Social Share

અમદાવાદ, ૨૨ જાન્યુઆરી ૨૦૨૬: વ્યાપક માળખાગત વિકાસ મારફત ભારતના ઊર્જા લેન્ડસ્કેપમાં વ્યાપક પરિવર્તન લાવવાના તેના ધ્યેય તરફ સતત આગળ વધી રહેલી ભારતની અગ્રણી ઊર્જા સંક્રમણ કંપની અદાણી ટોટલ ગેસ (ATGL)એ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના પૂરા થયેલા ત્રિમાસિક અને નવ માસિક સમય દરમિયાનના તેના કામકાજ, માળખાગત અને નાણાકીય પ્રદર્શનની આજે જાહેરાત કરી.

“ કંપનીની કાર્યદક્ષ ટીમે વોલ્યુમ,આવક અને એબિટડામાં બે-અંકની વૃદ્ધિ સાથે વધુ એક મજબૂત ત્રિમાસિક ગાળાનું પ્રદર્શન પ્રસ્તુત કર્યું છે. APM ગેસની સતત ઓછી ઉપલબ્ધતા અને ઊંચા હેનરી હબ-લિંક્ડ RLNG ભાવ હોવા છતાં કંપનીની વૈવિધ્યસભર સ્ત્રોતોની વ્યૂહરચનાએ કંપનીના ગેસ બાસ્કેટને કાર્યક્ષમ રીતે સંચાલિત કરવામાં અને તમામ ગ્રાહકોને PNG અને CNGનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવામાં સક્ષમ બનાવી છે. અદાણી ટોટાલ ગેસની ઈ-મોબિલિટી ટીમે ૫૧ મેગાવોટ ક્ષમતા સાથે સ્થાપેલા ચાર્જ પોઈન્ટ્સને નોંધપાત્ર સંખ્યાએ પહોંચાડી છે અને ૫૧ મેગાવોટની ક્ષમતા સાથે હવે ૫000ના આંકને આંબવાની નજીક છે.

        ગુજરાતની બહાર પરિવહન થતા કુદરતી ગેસ પરના કરમાં અસરકારક ઘટાડો અને નવા અને સરળ ઝોનલ ટ્રાન્સમિશન ટેરિફ સહિત સહાયક નિયમનકારી ફેરફારો CGDs એન્ટિટીઓને ખર્ચ માળખાને મજબૂત બનાવવામાં અને વધુ સસ્તા ભાવનુ વાતાવરણ નિર્માણ કરવામાં મદદ કરશે. CNG માટે APM ફાળવણી વિકસિત થતી રહેવા સાથે કંપનીનો સંતુલિત પોર્ટફોલિયો ખર્ચના દબાણને જવાબદારીપૂર્વક સંચાલિત કરતી વેળા પોષણક્ષમતાને જાળવવાને બળ આપે છે.

ટકાઉપણાના મોરચે કંપનીએ ESG રેટિંગમાં બેવડા અપગ્રેડ હાંસલ કર્યા છે, જેમાં અમારો S&P ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સ સ્કોર ૭૨ થયો છે, પરિણામે ATGL ગેસ ઉપયોગિતામાં વિશ્વ કક્ષાએ નવમા ક્રમે રહેવા સાથે કંપનીનું CDP રેટિંગ ‘A’ પર સુધર્યું છે. જે જવાબદાર ઊર્જા સંક્રમણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને ફરી પ્રસ્થાપિત કરે છે.

કંપનીના સી.ઇ.ઓ. અને એક્જિક્યુટિવ ડાયરેકટર સુરેશ પી. મંગલાણીએ જણાવ્યું હતું કે મજબૂત સ્ત્રોતોનો પોર્ટફોલિયો, સતત ડિજિટલાઇઝેશન, શ્રેષ્ઠ કામગીરી અને ભૂમિતિક ક્ષેત્રના નેટવર્ક્સનું વિસ્તરણ, EV ચાર્જ પોઈન્ટ્સમાં સતત વૃદ્ધિ સાથે, ATGL તેના તમામ હિસ્સેદારોને ટકાઉ વૃદ્ધિ અને લાંબા ગાળાનું મૂલ્ય પહોંચાડવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત છે.

નાણાકીય ક્ષેત્રે કામકાજમાંથી આવક આવક ગત ૨૦૨૫ના નાણા વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં રુ.૧૩૯૭ કરોડની તુલનાએ ચાલુ ૨૬ના નાણાકીય વર્ષના સમાન ગાળામાં વાર્ષિક ધોરણે ૧૭% વધી રુ.૧૩૯૭ કરોડ થઇ છે. જ્યારે અનુક્રમે નવ માસિકમાં સરખા સમય ગાળામાં રુ.૩૯૫૦ કરોડની તુલનાએ વાર્ષિક ધોરણે ૧૯% વધીને રુ.૪૬૯૨ કરોડ થઇ છે. કુલ નફો ગત ૨૦૨૫ના નાણા વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં રુ.૪૦૬ કરોડની તુલનાએ ચાલુ ૨૬ના નાણાકીય વર્ષના સમાન ગાળામાં વાર્ષિક ધોરણે ૧૫% વધી રુ.૪૬૭ કરોડ થયો છે. જ્યારે નાણા વર્ષ-૨૫ના નવ માસમાં વાર્ષિક ધોરણે રુ.૧૨૮૪ કરોડની સરખામણીમાં નફો ચાલુ ૨૦૨૬ના નાણા વર્ષના સરખા ગાળામાં ૬%ના તફાવત સાથે રુ.૧૩૫૮ કરોડ થયો છે.    

નાણા વર્ષ-૨૬ના ત્રીજા ત્રિમાસિકમાં અનેક ભૌગોલિક ક્ષેત્રોમાં CNG નેટવર્કના વિસ્તરણને કારણે વોલ્યુમમાં વાર્ષિક ધોરણે ૧૭% નો વધારો થયો છે. જ્યારે  ૧૦.૫ લાખથી વધુ ઘરોને હવે પાઇપ્ડ નેચરલ ગેસથી સાંકળી લેવાયા છે. નવા PNG જોડાણના ઉમેરા સાથે તેના વોલ્યુમમાં વાર્ષિક ધોરણે ૩% નો વધારો થયો છે અને કુલ વોલ્યુમમાં વાર્ષિક ધોરણે ૧૨% નો વધારો થયો છે.

ઊંચા વોલ્યુમને કારણે કામગીરીમાંથી આવક ૧૭% વધી છે.CNG ક્ષેત્રમાં APM ગેસની ઓછી ફાળવણી NWG સાથે અને શિયાળાને કારણે HH લિંક્ડ R-LNG ભાવમાં વધારો થવાથી કુદરતી ગેસનો ખર્ચ ૧૮% વધ્યો છે. ત્રમાસિક દરમિયાન CNG ક્ષેત્ર માટે APM ફાળવણી ગત ત્રિમાસિકના ૪૨% થી નજીવી ઘટીને ૪૧% થઈ હતી, બાકીની ન્યૂ વેલ ગેસ, વર્તમાન કરારો અને સ્પોટ પ્રાપ્તિ દ્વારા પૂરી કરવામાં આવી હતી.વોલ્યુમ વૃદ્ધિ પર અસર ન પડે તે માટે કંપનીએ ગેસના ઉંચા ખર્ચને પહોંચી વળવા માપાંકિત અભિગમ અપનાવ્યો છે. એબિડ્ટા વાર્ષિક ધોરણે ૧૫% વધીને રુ.૩૧૩ કરોડ થયો છે. કર અગાઉનો અને કર બાદનો નફો વાર્ષિક ધોરણે  ૧૦% વધીને અનુક્રમે રુ.૨૧૨ કરોડ અને રુ.૧૫૭ કરોડ થયો છે..

Exit mobile version