Site icon Revoi.in

ગુજરાત યુનિ,માં 1 મેથી રજિસ્ટ્રેશન, ધો. 12ના પરિણામ બાદ મેરીટના આધારે પ્રવેશ અપાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષમાં કોરોનાને કારણે પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થયો હતો ત્યારે આ વર્ષે કેસ ઘટતા અને સ્થિતિ સામાન્ય થતા ઝડપથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીએ 1લી મેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. એટલે કે 1લી મેથી રજિસ્ટ્રેશન કરવામાં આવશે. ત્યારબાદ ધો. 12નું પરિણામ જાહેર થયા બાદ મેરીટના આધારે બેઠકોની ફાળવણી સહિતની પ્રકિયા હાથ ધરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ધોરણ 12ના પરિણામ પહેલા જ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે., આગામી તા. 1લી મેથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ધોરણ 12નું પરિણામ આવ્યા બાદ મેરીટના આધારે વિદ્યાર્થીઓને કોલેજોની ફાળવણી કરવામાં આવશે. અત્યાર સુધી દિવ્યાંગો માટે એડમિશનના 2 ટકા સીટ રિઝર્વ રાખવામાં આવતી હતી તે વધારીને વર્ષ 2022-23થી 5 ટકા કરવામાં આવશે એટલે કુલ સીટમાંથી 5 ટકા સીટ દિવ્યાંગ વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે. આ ઉપરાંત પ્રવેશ પ્રક્રિયા જલ્દી શરૂ થાય અને સમયસરપૂર્ણ થાય તે માટે ગુજરાત યુનિવર્સીટી દ્વારા 1 મેથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જે બાદ પરિણામ આવતા મેરીટ તથા ફાળવણી સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે સિન્ડિકેટની બેઠકમાં પ્રવેશ પ્રક્રિયા અંગે ચર્ચા થઈ છે, ઉપરાંત વિષયોના નિષ્ણાત અધ્યાપકો તથા ડીન સાથે પણ ચર્ચા કરવામાં આવી છે.તમામ સાથે ચર્ચા કરીને 1 મેથી પ્રવેશ પ્રક્રિયા માટે રજિસ્ટ્રેશન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જે બાદ મેરીટ પ્રમાણે ઓનલાઇન ફોર્મ ભરીને એડમિશન મેળવવાનું રહેશે.