Site icon Revoi.in

અપનાવો આ ટોપ એક્સપર્ટ ટિપ્સ, ઉનાળામાં કાર રહેશે એકદમ ફિટ

Social Share

શિયાળો લગભગ પૂરો થઈ ગયો છે. ઉનાળો લગભગ આવી ગયો છે. આવામાં કારને ફિટ રાખવી ખૂબ જરૂરી છે. કેમ કે આ દિવસોમાં કાર ખરાબ થવાની સમસ્યા સૌથી વધારે જોવા મળે છે. અહીં તમને એવી ટીપ્સ બતાવીશું, જેની મદદથી તમે કારને ઉનાળામાં એકદમ ફિટ રાખી શકશો.

સૌ-પ્રથમ AC સર્વિસ કરાવો

ઉનાળો શરૂ થતા જ, વાહન માલિક પહેલું કામ કારની એસીની તપાસ કરાવવી જોઈએ. જો AC કુલિંગ ન થતું હોય તો તેનો ગેસ ચેક કરાવો. આ સિવાય રેડિયેટર ક્લિન કરાવો. જો ગેસ ઓછો હોય તો તેને ફરી ભરો. આવું કરવાથી AC વધુ ઠંડક આપશે અને તમને ગરમીથી રાહત મળશે. હંમેશા તમારી કારની સર્વિસ અધિકૃત સર્વિસ સેન્ટર પર જ કરાવો.

એન્જિન ઓઈલ તપાસો

કારની સર્વિસ દરમિયાન એન્જિન ઓઇલ બદલાયેલ અથવા ટોપ અપ કરાવો. ઘણી વાર એન્જિન ઓઈલ સુકાઈ જાય છે. જેના લીધે વાહન ખરાબ રીતે બગડે છે અને ગરમ થવા લાગે છે. એટલે એન્જિન ઓઈલ હોવું ખૂબ મહત્વપૂર્ણ છે.

ઓઈલ ફિલ્ટર

સર્વિસ દરમિયાન એન્જિન ઓઈલ બદલાવતા હોવ ત્યારે યાદ રાખો કે ઓઈલ ફિલ્ટર બદલવું પણ ખૂબ જ જરૂરી છે. આમ કરવાથી તમારી કારના એન્જિનનું સ્વાસ્થ્ય સારું રહેશે.

કૂલેન્ટની માત્રા તપાસો

કૂલન્ટ કારને ઠંડી રાખવાનું કામ કરે છે. તે ખૂબ જ જરૂરી છે કે શિયાળો હોય કે ઉનાળો, કારમાં કૂલેન્ટની માત્રા સરખી હોવી જોઈએ. ઘણીવાર લોકો લેન્ટકને બદલે રેડિયેટરમાં પાણીનો ઉપયોગ કરે છે. જે થોડા સમય માટે ઠીક છે. પણ તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો તે નુકસાનકારક સાબિત થઈ શકે છે.