Site icon Revoi.in

પંજાબમાં સરકાર બન્યા બાદ સૌ પ્રથમ યુવાનોને રોજગારી પુરી પાડીશુઃ આપ

Social Share

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તારણો અનુસાર ઉત્તરપ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં ભાજપ સરકાર બનાવવાની દીશામાં આગળ વધી રહી છે. જો કે, પંજાબમાં પરિસ્થિતિ કંઈક અલગ જ છે, અહીં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. દિલ્હીમાં આપની જીતને પગલે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઉજવણી કરી હતી. તેમજ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર ભગવંત માને મતદારોનો આભાર માન્યો હતો. તેમજ સરકાર બન્યા બાદ સૌ પ્રથમ બેરોજગારી દૂર કરવાની ખાતરી આપી હતી.

પંજાબમાં વિધાનસભાની 117 બેઠકો પૈકી 80થી વધારે બેઠકો ઉપર આમ આદમી પાર્ટી આગલ ચાલી રહી છે. જ્યારે અન્ય રાજકીય પક્ષોનો દેખાવ સામાન્યચ રહ્યો હતો. આમ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી જોવા મળી રહે છે. દરમિયાન આપના મુખ્યમંત્રી પદના દાવેદાર ભગવંત માને કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે, આપણે સાથે મળીને સેવા કરીશું, જેવી રીતે વોટ આપ્યાં છે તેવી રીતે એક સાથે મળીને પંજાબને વિકાસના માર્ગો ઉપર આગળ લઈ જવાશે. પંજાબમાં પહેલા મહેલોમાં બેઠા-બેઠા શાસન ચાલતું હતું. હવે ગામથી ચાલશે. ચૂંટણીમાં જેટલા મોટા નામ હતા તેઓ હારી રહ્યાં છે. અમે લખીને આપ્યું હતું કે, ચન્ની સાહેબ હારી રહ્યાં છે, ભગવંત માને કહ્યું કે, સરકાર બન્યા બાદ અમારી પ્રાથમિકતા બેરોજગારી દૂર કરવાની રહેશે, અમે યુવાનોને રોજગારી પુરી પાડીશું.