Site icon Revoi.in

બ્રિટન બાદ હવે સ્કોટલેન્ડમાં લોકડાઉનની જાહેરાત, જાન્યુઆરીના અંત સુધી લોકડાઉન

Social Share

દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળી આવતા સાથે પોઝિટિવ કેસમાં વધારો થતા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન સ્કોટલેન્ડમાં પણ ફરીથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. સ્ટોડલેન્ડમાં કોરોના કેસમાં વધારો થતા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરી અંતમાં સ્કોટલેન્ડ સરકાર દ્વારા આગામી નિર્ણય લેવામાં આવશે. જો કે, કોરોનાના કેસમાં થઈ રહેલા સતત વધારાને પગલે લોકડાઉન વધારવામાં આવે તેવી શકયતાઓ પણ વ્યક્ત થઈ રહી છે.

સ્કોટલેન્ડ સરકારે લોકડાઉનની જાહેરાત કરતા કહ્યું કે આજ થી જાન્યુઆરીના અંત સુધી લોકડાઉન ચાલુ રહેશે. આ લોકડાઉન બિલકુલ એવું જ રહેશે જે ગત વર્ષ માર્ચમાં લગાવવામાં આવ્યું હતું. એટલે કે લોકોને બહાર નીકળવાની મંજૂરી નહીં રહે. ફર્સ્ટ મિનિસ્ટ નિકોલા સ્ટર્ઝને લોકડાઉનની જાહેરાત કરતા કહ્યું કે તમામ શાળાઓ એક ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. લોકડાઉન દરમિયાન જરૂરી સેવાઓને બાદ કરતા બધુ બંધ રહેશે અને કોઈને પણ કારણ વગર ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી. જાન્યુઆરીના અંત સુધીમાં સ્થિતિનું લોકડાઉન આગળ વધારવાનો નિર્ણય લેવાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્કોટલેન્ડમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1905 નવા કેસ રેકોર્ડ થયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા વધીને 136,498 થઈ ગઈ છે. આ ઉપરાંત મૃતકોની સંખ્યામાં પણ વધારો થયો છે. જેને ધ્યાનમાં રાખતા સરકારે કડક લોકડાઉનનો નિર્ણય લીધો છે.