Site icon Revoi.in

ખડગે પછી હવે કનૈયા કુમારે ગુજરાતીઓને ઘૂસણખોર કહ્યા, જુઓ VIDEO

After Kharge, now Kanhaiya Kumar calls Gujaratis infiltrators

After Kharge, now Kanhaiya Kumar calls Gujaratis infiltrators

Social Share

ગુવાહાટી, 10 એપ્રિલ, 2026 – કોંગ્રેસ નેતાઓ વચ્ચે ગુજરાત અને ગુજરાતીઓના અપમાનની જાણે સ્પર્ધા ચાલી રહી હોય એવું લાગે છે. થોડા દિવસ પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અશિક્ષિત અને અભણના ઉપનામ અપાયા પછી હવે વધુ એક કોંગ્રેસી નેતાએ ગુજરાતીઓને ઘૂસણખોર કહી દીધા છે.

આસામમાં આમ તો ગઈકાલે ગુરુવારે મતદાન પૂર્ણ થઈ ગયું છે, પરંતુ એ રાજ્યમાં ચૂંટણી પ્રચાર ચાલુ હતો એ સમયે જેએનયુ-ફેમ કનૈયા કુમારનો એક વીડિયો આજે વાયરલ થઈ રહ્યો છે. (જુઓ અહીં નીચે) તેમાં કનૈયા કુમાર એમ કહેતો સંભળાય છે કે, સબસે બડા ઘૂસપૈઠિયા ગુજરાત સે આયા હૈ, ઉસે ભી હિમંતા વિસ્વસર્મા કે સાથ યહાં સે નિકાલના હૈ.

આ પણ વાંચોઃ કુંભ વાઇરલ ગર્લ “મોનાલિસા” લગ્નના સમય 16 વર્ષની હતી, આરોપી ફરમાન વિરુદ્ધ ગુનો દાખલ

સતત ચૂંટણી હારી રહેલો કોંગ્રેસ પક્ષ હવે તેની હતાશામાં દેશના અલગ અલગ પ્રદેશના મતદારો ઉપર રીસ કાઢી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષમાં જે રાજ્યમાં ચૂંટણી હોય ત્યાં કોંગ્રેસી નેતાઓ કાંતો ગુજરાત અને ગુજરાતીઓ ઉપરાંત ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના મતદારોને અપમાનિત કરવાનું ચૂકતા નથી.

કનૈયા કુમારનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં સ્પષ્ટ થાય છે કે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ તથા સહકારિતા મંત્રી અમિત શાહના સંદર્ભમાં ઘૂસણખોરો શબ્દનો પ્રયોગ કર્યો હશે, પરંતુ છતાં મુદ્દો એ છે કે, શું રાજકારણી તરીકે શ્રી મોદી અને શ્રી શાહને અન્ય રાજ્યોમાં પ્રચાર કરવાનો અધિકાર નથી?

આ પણ વાંચોઃ હિન્દુઓને ઝેરીલા સાપ ગણાવનાર કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વિરુદ્ધ સાયબર સેલમાં ફરિયાદ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સહિત આખો ટીએમસી પક્ષ મોદી-શાહને ટાર્ગેટ કરવા તેમને ગુજરાતી ગણાવીને બહારના લોકો તરીકે પ્રચારિત કરે છે. એવું જ કોંગ્રેસી કનૈયા કુમારે આસામમાં પ્રચાર દરમિયાન કર્યું હતું. આ વીડિયો તેનો પુરાવો છે. તેમાં તેને એવું કહેતા સાંભળી શકાય છે કે, અહીંના એક પત્રકારે મને પ્રશ્ન કર્યો કે, રાજ્યમાં ઘૂસણખોરીનો મુદ્દો સૌથી મોટો છે, ત્યારે મેં તેને (પત્રકારને) કહ્યું હતું કે, સૌથી મોટા ઘૂસણખોર ગુજરાતી છે જેને હિમંતા બિસ્વસર્માની સાથે આસામમાંથી ભગાડી દેવાના છે.

Exit mobile version