Site icon Revoi.in

પીએફઆઈના હેડ પરવેઝ આલમની ધરપકડ બાદ એનઆઈએ કચેરીની સુરક્ષા વધારાઈ

Social Share

નવી દિલ્હીઃ દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે રાજધાની દિલ્હીમાં પણ NIAના દરોડા ચાલુ છે. તપાસ એજન્સીએ PFIના વડા પરવેઝ આલમની દિલ્હીમાં ધરપકડ કરી છે. આતંકવાદી કનેક્શનને લઈને તપાસ એજન્સીઓના રડાર પર આવેલા 3 એજન્ટ દિલ્હીમાં ઝડપાયા છે. નોઈડામાં એટીએસ અને એનઆઈએની ટીમો પણ દરોડા પાડી રહી છે. આ દરમિયાન દિલ્હીમાં NIA ઓફિસની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર NIA અને EDએ 10 રાજ્યોમાં કથિત રીતે આતંકી ફન્ડીંગમાં સંડોવાયેલા શકમંદોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, NIA અને EDએ આતંકવાદીઓને કથિત રીતે સમર્થન કરવાના આરોપમાં PFI લગભગ 100  કાર્યકરોની અટકાયત કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દરોડા મુખ્યત્વે દક્ષિણ ભારતમાં પાડવામાં આવી રહ્યા છે અને NIAએ તેને “અત્યાર સુધીનું સૌથી મોટું તપાસ ઓપરેશન” ગણાવ્યું છે.

NIAએ કહ્યું હતું કે આતંકવાદીઓને કથિત રૂપે ભંડોળ પૂરું પાડવા, તેમના માટે તાલીમની વ્યવસ્થા કરવા અને પ્રતિબંધિત સંગઠનોમાં જોડાવા માટે લોકોને ફસાવવામાં સામેલ વ્યક્તિઓના સ્થળ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દસ રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે અને પીએફઆઈના ટોચના નેતાઓ સહિત લગભગ 100 કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

PFIએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “PFIના રાષ્ટ્રીય, રાજ્ય સ્તર અને સ્થાનિક નેતાઓના ઘરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. પ્રદેશ સમિતિની ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. વિરોધના અવાજને દબાવવા માટે ફાંસીવાદી શાસન દ્વારા કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો અમે સખત વિરોધ કરીએ છીએ.