Site icon Revoi.in

માફિયા મુખ્તાર અંસારીના મોત બાદ ક્યાંક ખુશી, ક્યાંક ગમ, 10 પોઈન્ટમાં સમજો ઘટનાક્રમ

Social Share

લખનૌ: જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા ગેંગસ્ટરમાંથી નેતા બનેલા મુખ્તાર અંસારીનું ગુરુવારે રાત્રે ઉત્તર પ્રદેશની બાંદાની એક હોસ્પિટલમાં મોત નીપજ્યું. ગેંગસ્ટરના પરિવારનો દાવો છે કે મુખ્તારને જેલમાં ધીમું ઝેર આપવામાં આવ્યું હતું. જો કે આ આરોપોને જિલ્લાધિકારીઓએ સોય ઝાટકીને રદિયો આપ્યો છે અને કહ્યુ છે કે હાર્ટ એટેકથી મુખ્તાર અંસારીનું મોત નીપજ્યું છે. હત્યારા મુખ્તાર અંસારીને બેહોશીની હાલતમાં જેલમાંથી બાંદાની રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્ય હતો. મઉ સદરથી પાંચ વખત ધારાસભ્ય રહેલા મુખ્તાર અંસારીની વિરુદ્ધ 60 જેટલા ગુનાહિત કેસો પેન્ડિંગ હતા. તે 2005થી જેલમાં હતો. મુખ્તારના મોત બાદ અત્યાર સુધી શું-શું થયું આવો કરીએ એક નજર…

1- ઉત્તરપ્રદેશ પ્રશાસને ઘણાં જિલ્લાઓમાં સીઆરપીસીની કલમ-144 લાગુ કરી છે. બાંદા, મઉ, ગાઝીપુર અને વારાણસીમાં વધુ સુરક્ષાકર્મીઓની તહેનાતી કરાય છે. યુપી પોલીસે ગુરુવારે કહ્યું છે કે ઓનલાઈન ગેરકાયદેસર તત્વો પર કડક નજર રાખવા માટે ઉત્તરપ્રદેશ પોલીસના સોશયલ મીડિયા સેલને પણ સક્રિય કરી દેવામાં આવ્યો છે.

2- ગાઝીપુરના એસપી ઓમવીર સિંહે કહ્યુ છે કે ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા લાગુ છે. તેમણે કહ્યુ છે કે લોકોને એકઠા થવાની મંજૂરી નહીં હોય.

3- તો મઉ પોલીસે કહ્યુ છે કે કલમ-144 પહેલેથી જ લાગુ છે. તમામને શાંતિ જાળવી રાખવા અને સોશયલ મીડિયા દ્વારા ફેલાવામાં આવતી અફવાઓ પર ધ્યાન નહીં આપવાની અપીલ કરવામાં આવે છે. શુક્રવારે જુમ્માની નમાજ અદા કરાય રહી હતી, માટે જિલ્લાના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પુરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. સ્થિતિ શાંતિપૂર્ણ છે, કોઈ સમસ્યા નથી.

4- મુખ્તાર અંસારીના પુત્ર ઉમર અંસારીનો દાવો છે કે તેના પિતાએ તેને જણાવ્યું તું કે તેમને ધીમુ ઝેર અપાય રહ્યું છેત. ઉમર અંસારીનો દાવો છે કે તેના પિતાએ તેને જમાવ્યું હતું કે તેને ધીમું ઝેર અપાય રહ્યું છે. મુખ્તાર અંસારીએ પોતાના વકીલો દ્વારા અદાલતને લેખિતપણે સૂચિત કરી હતી કે તેમની સાથે આ ચીજો થઈ રહી છે.

5- મુખ્તાર અંસારીના મોટાભાઈ સિબગતુલ્લાહ અંસારીનો દાવો છે કે તેને યોગ્ય તબીબી સારવાર મળી નહીં. સિબગતુલ્લાહ અંસારીએ કહ્યુ છે કે તે 18 માર્ચથી ઘણો અસ્વસ્થ હતો અને વારંવાર આ વાતને ઉઠાવવા છતાં તેને કોઈ સારવાર અપાય રહી ન હતી. 25-26 માર્ચની રાત્રે તેની સ્થિતિ વધુ કથળી હતી, માટે ઔપચારીકપણે તેને કેટલાક સમય માટે મેડિકલ કોલેજ લઈ જવાયો. બાદમાં તેને પાછો મોકલી દેવામાં આવ્યો અને કહ્યુ કે તેની સ્થિતિ સ્થિર છે. તેને કોઈ સારવાર અપાય નહીં.

6- આ દરમિયાન મુખ્તાર અંસારીના ઈશારા પર માર્યા ગયેલા કૃષ્ણાનંદ રાયના પત્ની અલકા રાયે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજાઅર્ચના કરી હતી. તેમણે કહ્યું હતું કે મારે શું કહેવું જોઈએ. આ ઉપરવાળાના આશિર્વાદ છે. હું તેમની સામે ન્યાયની પ્રાર્થના કરતી હતી અને આજે ન્યાય મળી ગયો. ઘટનાના (કૃષ્ણાનંદ રાયની હત્યા) બાદ અમે ક્યારેય હોળી મનાવી નથી. મને લાગે છે કે આજે અમારા માટે હોળી છે.

7- કૃષ્ણાનંદ રાય હત્યાના કેસમાં મુખ્તાર અંસારીના વકીલ દીપક શર્માએ દાવો કર્યો છે કે તેમના વકીલોએ એક અરજી દાખલ કરી હતી, તેમાં દાવો કરાયો હતો કે તેને ધીમું ઝેર અપાય રહ્યું છે. તેમણે કહ્યુ છે કે મીડિયા અને સરકારનું કહેવું છે કે તેનું મોત કાર્ડિયક એરેસ્ટને કારણે થયું. પરંતુ તેઓ ત્યાં સુધી કંઈ કહી નહીં શકે કે જ્યાં સુધી તેમને રિપોર્ટ મળી જશે નહીં. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પ્રથમ દ્રષ્ટિએ મોતનું અસલી કારણ હાર્ટ એટેક લાગતું નથી. બે દિવસ પહેલા તેમના વકીલોએ પ્રશાસન પર ગંભીર આરોપ લગાવતા અરજી કરી હતી કે તેમને ધીરેધીરે ઝેર અપાય રહ્યુ છે.

8- મુખ્તાર અંસારીના મોત પર સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે યુપી સરકારને નિશાને લીધી છે. તેમણે દાવો કર્યો છે કે જે સરકાર જીવનની સુરક્ષા કરી શકતી નથી, તેને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. ઉત્તરપ્રદેશ સરકારી અરાજકતાના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આ યુપીમાં કાયદો-વ્યવસ્થાનો શૂન્યકાળ છે.

9- બીએસપી અધ્યક્ષ માયાવતીએ ગેંગસ્ટરમાંથી નેતા બનેલા મુખ્તાર અંસારીના મોતની ઉચ્ચસ્તરીય તપાસની માગણી કરી છે. તેમણે કહ્યુ છે કે જેલમાં મુખ્તાર અંસારીના મોતને લઈને તેમના પરિવાર દ્વારા તત વ્યક્ત કરવામાં આવતી આશંકાઓ અને ગંભીર આરોપની ઉચ્ચસ્તરીય તપાસની જરૂરત છે. જેથી તેના મોતનું સાચું તથ્ય સામે આવી શકે.

10- ભાજપના નેતા હરિ સહનીએ કહ્યુ છે કે ગેંગસ્ટરનું મોત બીમારીને કારણે થયું છે. તેમણે કહ્યુ છે કે બીમારીનું કારણે મોત થયું, હવે તેને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવાનો શું મતલબ છે. બિહારમાં એક પૂજારીની બેરહેમીથી હત્યા કરી દેવાય. પરંતુ તેમણે (સપા-બસપાને) તેના માટે અવાજ ઉઠાવવો યોગ્ય લાગ્યું નહીં. જો કે આ વ્યક્તિ (મખ્તાર અંસારી)ની વિરુદ્ધ ઘણાં મામલા નોંધાયેલા હતા અને હવે જ્યારે હ્રદયની ગતિ થંભવાથી તેનું મોત નીપજ્યું છે, તો હવે તેના માટે તેમના (સપા-બસપા) મનમાં ઘણું દર્દ છે.