Site icon Revoi.in

અગ્નિપથ યોજના:આજથી એરફોર્સમાં ભરતી માટે રજીસ્ટ્રેશન શરૂ થશે

Social Share

દિલ્હી:ભારતીય વાયુસેનામાં અગ્નિવીર વાયુ તરીકે જોડાવાની ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે. અગ્નિપથ ભરતી યોજના માટે નોંધણી 24મી જૂને સવારે 10 વાગ્યાથી શરૂ થશે અને 5મી જુલાઈના રોજ સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે.ઓનલાઈન પરીક્ષા 24મી જુલાઈ 2022થી શરૂ થશે.જે યુવાનો એરફોર્સમાં જોડાવા ઈચ્છે છે તેઓ અધિકૃત વેબસાઈટ indianairforce.nic.in અથવા agnipathvayu.cdac.in પર જઈને અરજી કરી શકે છે.

અગ્નિવીર વાયુ (વાયુસેનામાં ભરતી થતા સૈનિકોને આપવામાં આવેલું નામ) ને એરફોર્સ એક્ટ 1950 હેઠળ ચાર વર્ષ માટે ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવશે.અત્રે નોંધનીય બાબત એ છે કે,અગ્નિવીર વાયુ ભારતીય વાયુસેનામાં અન્ય કોઈપણ વર્તમાન રેન્કથી અલગ અલગ રેન્ક હશે. ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુને ચાર વર્ષની સેવાના સમયગાળાથી વધુ રેન્કમાં જાળવી રાખવા માટે બંધાયેલ નથી.જો કે, ચાર વર્ષની સેવા પૂરી થવા પર અગ્નિવીર વાયુને એરફોર્સમાં કાયમી નોકરી માટે અરજી કરવાની તક પૂરી પાડવામાં આવશે.

ઓનલાઈન કેવી રીતે એપ્લાય કરવું  

29 ડિસેમ્બર 1999 થી 29 જૂન 2005 વચ્ચે જન્મેલા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે.જો ઉમેદવાર પસંદગી પ્રક્રિયાના તમામ તબક્કાઓ પૂર્ણ કરે છે, તો નોંધણીની તારીખે તેની ઉપલી વય મર્યાદા 23 વર્ષ છે.