Site icon Revoi.in

અમદાવાદના ફ્લાવર શોએ ફૂલો-પ્રકૃતિ પ્રત્યે શોખીન એવા ઘણા લોકોને આકર્ષિત કર્યાઃ PM મોદી

Social Share

અમદાવાદઃ શહેરમાં બે વર્ષ બાદ ચાલુ વર્ષે ફ્લાવર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર-શોમાં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને વિવિધ ફુલોને જોઈને વિચારમાં મુકાઈ જાય છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફ્લાવર-શોની સોશિયલ મીડિયા ઉપર પ્રશંસા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે અમદાવાદના ફ્લાવર શોએ ફૂલો અને પ્રકૃતિ પ્રત્યે શોખીન એવા ઘણા લોકોને આકર્ષ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્વીટના જવાબમાં મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “રસપ્રદ લાગે છે. વર્ષોથી, અમદાવાદના ફ્લાવર શોએ ફૂલો અને પ્રકૃતિ પ્રત્યે શોખીન એવા ઘણા લોકોને આકર્ષિત કર્યા છે.”

કોરોના મહામારીને પગલે બે વર્ષ સુધી મનપા દ્વારા ફ્લાવર-શોનું આયોજન કરવામાં આવ્યું ન હતું. જો કે, ચાલુ વર્ષે રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર-શોનો પ્રારંભ કરાવ્યો હતો. કોરોનાએ ફરીથી માથુ ઉચકતા સરકાર દ્વારા ફ્લાવર-શોમાં આવતા તમામ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે.