Site icon Revoi.in

અમદાવાદઃ એનઆઈએમસીજે દ્વારા રવિવારે મીડિયોત્સવ-2024 યોજાશે

Social Share

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રેરિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે) અમદાવાદ, દ્વારા આગામી રવિવાર, 25 ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિદ્યાપીઠના પરિસરમાં મીડિયોત્સવ-2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મીડિયા શિક્ષણ સંસ્થાઓ તેમજ અન્ય અભ્યાસક્રમો ચલાવતી કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે.

મીડીયોત્સવ-૨૦૨૪ના કો-ઓર્ડીનેટર અને પ્રાધ્યાપક નિલેશ શર્માએ જણાવ્યું હતું કે મીડિયોત્સવ-૨૦૨૪નું આયોજન કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓમાં રહેલી માધ્યમલક્ષી ક્ષમતાઓને ખીલવવાનો છે. આ ઉત્સવમાં વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ભાગ લેશે. મીડિયોત્સવ અંતર્ગત ડિબેટ,ટીવી એન્કરિંગ,રેડિયો જોકી,વક્તૃત્વ,ક્વિઝ, કન્ટેન્ટ અને મીમ મેકિંગ, એડ મેડ,ફોટોગ્રાફી,રીલ્સ અને મોબાઈલ જર્નાલિઝમ(મોજો)ની સ્પર્ધા યોજાશે. તમામ સ્પર્ધકો અને વિજેતાઓને કાર્યક્રમના અંતે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે.

મીડિયોત્સવ-2024 ના ઉદ્ઘાટન સમારોહમાં વિદ્યાર્થીઓના ભારતીય પરંપરાગત નૃત્યો થશે તેમજ ‘કસુંબો’ ફિલ્મના નિર્દેશક વિજયગીરી બાવા અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપભાઈ જૈન વિશેષ ઉપસ્થિત રશે.  કાર્યક્રમના પૂર્ણાહુતિ સમારોહમાં ગુજરાતી ફિલ્મ ‘વેનીલા આઈસ્ક્રીમ’ની ટીમના સભ્યો વિશેષ ઉપસ્થિત રહેશે તેમ જ સ્પર્ધકો અને વિજેતાઓને પ્રમાણપત્રોનું વિતરણ કરશે.