Site icon Revoi.in

અમદાવાદઃ IPL મેચને લઈ મેટ્રો ટ્રેન સેવાઓના સમયમાં કરાયો ફેરફાર

Social Share

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 24 અને 31 માર્ચ તથા 4 એપ્રિલના રોજ યોજાનારી આગામી IPL -2024 ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને, GMRCએ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સવારના 6.20 વાગ્યાથી રાત્રીના 12:00 વાગ્યા સુધી ટ્રેન સેવાઓનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત, GMRCએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે દર્શાવેલ IPL મેચોના દિવસોમાં પરત ફરવા, સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડેલ છે. સ્પેશિયલ પેપર ટિકિટનું ભાડું વ્યક્તિ દીઠ ફિક્સ ₹ 50 રહેશે, જેનો ઉપયોગ ફક્ત મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશનથી બીજા કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થઈ શકશે.

IPL મેચના દિવસે સાંજના સમયે ટિકિટ ખરીદવા માટે રાહ જોવાનો સમય ટાળવા મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશન પર અગાઉથી સવારે 8:00 કલાકથી સ્પેશિલ પેપર ટિકિટની ખરીદી કરી શકાશે. સ્પેશિયલ પેપર ટિકિટ ઉપરાંત કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન્સ, કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ (GMRC ટ્રાવેલ કાર્ડ અને NCMC કાર્ડ) સાથેની એન્ટ્રી પણ હંમેશની જેમ રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. આ અંગે GMRCના રાબેતા મુજબના નિયમો અને પ્રક્રિયાઓ સ્પેશિયલ પેપર ટિકિટ પર લાગુ પડશે.