Site icon Revoi.in

અમદાવાદઃ માસ્ક વગર ફરતા શહેરીજનો સામે પોલીસે શરૂ કર્યું અભિયાન

Social Share

અમદાવાદઃ ગુજરાતની હેરિટેઝ સિટી અમદાવાદમાં દિવાળીના તહેવારો બાદ ફરીથી કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા મનપાનું આરોગ્ય તંત્ર સફાળુ જાગ્યું છે. તેમજ કોરોના ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસે પણ માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આ ઉપરાંત શહેરમાં બે વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરવામાં આવ્યાં છે. બીજી તરફ કોરોનાનો કોઈ ડર ના હોય તેમ લોકો માસ્ક વગર ફરતા હોવાથી પોલીસે પણ આવા લોકોને પકડીને તેમની પાસેથી દંડ વસુલવાની કવાયત શરૂ કરી છે. શહેરના વિવિધ વિસ્તારમાં આજે પોલીસ દ્વારા માસ્ક વિના ફરતા લોકોને પકડવા માટે અભિયાન શરૂ કર્યું હતું.

બીજી તરફ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. મનપા દ્વારા માઈક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરેલા વિસ્તારની આસપાસની સોસાયટીમાં ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ટેસ્ટીંગ અને રસીકરણ અભિયાન પણ વધારે વેગવંતુ બનાવ્યું છે.