Site icon Revoi.in

અમદાવાદઃ કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા 2449 લોકો પાસેથી રૂ. 25.75 લાખનો દંડ વસુલાયો

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાને પગલે રાત્રિ કરફ્યુ સહિતના નિયંત્રણોનો અમલ કરવામાં આવી રહ્યો છે. કોરોનાના નિયમોનો અમલ કરાવવા માટે પોલીસ તથા મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન 11 દિવસમાં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા 2449 લોકોને ઝડપી લઈને રૂ. 25.75 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. એટલું જ નહીં સામાજીક અંતક અને માસ્કનું પાલન નહીં થતા બે એકમોને રૂ. એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે મનપા અને પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા કોમર્શિયલ ઇમારતોમાં તપાસ શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરમાં રાત્રિ કરફ્યુનો ભંગ કરનારાઓ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના લાલ દરવાજા અને નહેરુનગરમાં પાથરણાવાળાઓ પાસેથી પણ રૂ. 25 હજારનો દંડ વસુલ કર્યો હતો. જ્યારે લો ગાર્ડન પાસે આવેલુ એક યુનિટ જ સીલ કરી કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. મનપા અને સરકાર દ્વારા લોકોને માસ્ક પહેરવા અને સામાજીક અંતરની પાલન કરવા માટે અનેકવાર વિનંતી કરવામાં આવી છે. તેમ છતા લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું ટાળી રહ્યાં છે. જેથી લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે તે માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

(Photo-File)