Site icon Revoi.in

દિલ્હીમાં ધુમ્મસને કારણે હવાઈસેવાને અસર, 8 ફ્લાઈટ જયપુર-અમદાવાદ ડાયવર્ટ કરાઈ

Social Share

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં પડેલી હીમ વર્ષાને પગલે સમગ્ર દેશમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન કડકડતી ઠંડીને પગલે જનજીવનને પણ વ્યાપક અસર પડી રહી છે.દરમિયાન દિલ્હી સહિતના નગરોમાં વહેલી સવારે પડતી ધુમ્મસને કારણે હવાઈ સેવાને પણ અસર પડી છે. આજે સવારે દિલ્હીથી આઠ જેટલી ફ્લાઈટ જયપુર અને અમદાવાદ એરપોર્ટ ડાયવર્ટ કરવામાં આવી હતી. જેના પરિણામે પ્રવાસીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

દેશની રાજધાની દિલ્હીમાં ખરાબ હવામાનના કારણએ આજે સવારે 3 કલાક દરમિયાન સાત જેટલ ફ્લાઈટને જયપુર અને એક ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે. ફ્લાઈટને અસર થવાના કારણે પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. તેમણે સોશિયલ મીડિયા ઉપર ફરિયાદ કરી હતી. ઈન્ડિગો અને સ્પાઈસઝેટ સહિતની એરલાઈન્સ દ્વારા પ્રવાસીઓને વિઝિબિલીટીને કારણે ફ્લાઈટ ડીલેની જાણ કરી હતી. દરમિયાન દિલ્હી એરપોર્ટ ઉપર પ્રવાસીઓને લઈને એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. તેમજ ફ્લાઈટની માહિતી માટે પોતાની સંબંધિત એરલાઈન્સ કંપનીનો સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

ઉત્તર ભારતમાં પહેલી હીમ વર્ષાને પગલે ઉત્તર અને મધ્ય ભારતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. જેના પરિણામે કેટલાક રાજ્યોમાં જનજીવનને પણ અસર પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં હજુ હિમ વર્ષાની આગાહી કરી છે. જેથી હજુ ઠંડીમાં વધારો થવાની શકયતા છે.