બારામતી, 29 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના રાજકારણના ‘દાદા’ ગણાતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના પ્રમુખ અજિત પવાર ગુરુવારે બારામતી સ્થિત વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે પંચતત્વમાં વિલીન થયા છે. બુધવારે થયેલી વિમાન દુર્ઘટનામાં તેમનું કરુણ અવસાન થયા બાદ આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હજારો સમર્થકોની હાજરીમાં તેમના પુત્રો પાર્થ અને જય પવારે પિતાને મુખાગ્નિ આપી હતી.
અજિત પવારને અંતિમ વિદાય આપવા માટે રાજકીય જગત ઉમટી પડ્યું હતું. અંતિમ સંસ્કાર સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સહિતના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. વાતાવરણ ‘અજિત દાદા અમર રહો’ ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.
NCP ના સ્થાપક અને અજિત પવારના કાકા શરદ પવારે આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, “આ એક અત્યંત કમનસીબ અકસ્માત હતો અને તેને કોઈ પણ પ્રકારનો રાજકીય રંગ આપવો જોઈએ નહીં.”
દુર્ઘટનાની તપાસ કરી રહેલી ટીમોએ વિમાનનું ‘બ્લેક બોક્સ’ કબજે કર્યું છે. એનાલિસિસ દ્વારા જાણવા મળશે કે રનવેથી માત્ર 200 મીટર દૂર વિમાન કેવી રીતે દુર્ઘટનાગ્રસ્ત થયું. ‘VSR વેન્ચર્સ’ દ્વારા સંચાલિત 16 વર્ષ જૂનું લિયરજેટ વિમાન બીજી વખત લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે તૂટી પડ્યું હતું.
ચૂંટણી પ્રચાર માટે મુંબઈથી બારામતી આવી રહેલા અજિત પવારની સાથે આ દુર્ઘટનામાં અન્ય ચાર જવાનોએ પણ જીવ ગુમાવ્યા છે. જેમાં કેપ્ટન સુમિત કપૂર, કેપ્ટન શાંભવી પાઠક, ખાનગી સુરક્ષા અધિકારી વિધિપ જાદવ અને ફ્લાઈટ એટેન્ડન્ટ પીંકી માલીનો સમાવેશ તાય છે.
આ પણ વાંચોઃ અજિત પવારનો કથિત ઓડિયો સંદેશ વાયરલ: સમર્થકો થયા ભાવુક

