Site icon Revoi.in

ભારતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો, નવા 529 પોઝિટિવ કેસ નોંધાયા

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં એક દિવસમાં 529 નવા કેસ સામે આવ્યા છે. આમ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 4093 ઉપર પહોંચી છે. દરમિયાન 3 દર્દીઓના મોત થયાં હતા. જેમાં બે કર્ણાટકમાં અને ગુજરાતમાં એક દર્દીનો સમાવેશ થાય છે. દરમિયાન કર્ણાટક સરકારએ કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને નવી એડવાઈઝરી જાહેર કરી હતી. જેથી હવે પોઝિટિવ દર્દીઓએ સાત દિવસ માટે ઘરમાં આઈસોલેશનમાં રહેવુ પડશે, તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, કોરોનાના નવા સબ વેરિએન્ટ જેએન.1 ચિંતાજનક રીતે ફેલાઈ રહ્યો છે, અત્યાર સુધીમાં દેશના સાત રાજ્યોમાં અનેક લોકો નવા વેરિએન્ટની ઝપટમાં આવ્યાં છે. નવા વેરિએન્ટના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 83 ઉપર પહોંચી છે. નવા વેરિએન્ટના સૌથી વધારે ગુજરાતમાં નોંધાયાં છે. ગુજરાતમાં જેએન.1 વેરિએન્ટના 34 કેસ નોંધાયાં છે. આ ઉપરાંત ગોવામાં 18, કર્ણાટકમાં 8, મહારાષ્ટ્રમાં 7, કેરલ અને રાજસ્થાનમાં 5-5, તમિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. ભારતના કેરલમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. અહીં 24 કલાકમાં 353 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જો કે, રાહતની વાત એ છે મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. એક દિવસમાં 495 દર્દીઓ સાજા થયાં હતા. કર્ણાટકમાં 24 કલાકમાં 74 વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જ્યારે તમિલનાડુમાં 14 અને ગુજરાતમાં નવ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.