Site icon Revoi.in

નહીં સુધરે પાકિસ્તાન… કાશ્મીરી સગીરોના બ્રેનવોશ કરીને આતંકી પ્રવૃતિમાં સામેલ કરવાનો પર્દાફાશ

Social Share

દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપી રહ્યું છે. એટલું જ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી કેમ્પના આકાઓ ભારતમાં ખાસ કરીને કાશ્મીરના યુવાનોનું બ્રેનવોશ કરીને આતંકવાદી પ્રવૃતિમાં સામેલ કરતા હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન કાશ્મીરમાં એલઓસી ક્રોસ કરીને પાકિસ્તાનમાં આતંકવાદી તાલિમ લેવા જઈ રહેલા 3 સગીરોને સુરક્ષાદળોએ ઝડપી લીધા હતા.પોલીસે ત્રણેય યુવાનું ભવિષ્ય ના બગડે તે માટે તેમનું કાઉન્સિલીંગ બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યાં હતા. આ ત્રણેય યુવાનો બોર્ડર ક્રોસ કરીને પીઓકેમાં ધમધમતા આતંકવાદી તાલિમ કેમ્પમાં હથિયારોની તાલિમ માટે જતા હતા. તાલિમ લીધા બાદ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓને અંજામ આપવાનો ઈરાદો હોવાનું પણ જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાશ્મીરના કુપવાડામાં ગુરુવારે પોલીસે 3 કાશ્મીરી યુવકોને આતંકવાદી બનતા અટકાવ્યા હતા. સ્થાનિક પોલીસે સરહદ પાર કરીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) જતા 3 કાશ્મીરી યુવકોની અટકાયત કરી હતી. આ ત્રણેય યુવકો આતંકવાદી પ્રવૃતિમાં સામેલ થવા અને હથિયારોની તાલીમ માટે LoC ક્રોસ કરીને PoK જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

કુપવાડાના એસએસપીએ જણાવ્યું હતું કે, દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના મીઝ વિસ્તારના ત્રણ છોકરાઓએ એક આતંકવાદી કમાન્ડર સાથે સંપર્ક સાધ્યો હતો. આ ત્રણેય સગીરો હથિયારોની તાલીમ લેવા પાકિસ્તાન જઈ રહ્યા હતા. તેમની યોજના હથિયારોની તાલીમ લઈને આવ્યા બાદ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવાની હતી. પોલીસને માહિતી મળી કે દક્ષિણ કાશ્મીરના આ યુવાનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી તૈયબ ફારૂકી દ્વારા આતંકવાદ તરફ પ્રેરિત હતા. ત્રણ યુવકોની ઓળખ કર્યા બાદ તેમના માતા-પિતાને જાણ કરવામાં આવી હતી અને કાઉન્સેલિંગ કર્યા બાદ યુવકોને સોંપવામાં આવ્યા હતા.