Site icon Revoi.in

અમરનાથ યાત્રાઃ- 24 જુનના રોજ બાબા બર્ફાનીની ગુફામાં પ્રથમ પૂજા કરાશે,શ્રદ્ધાળુંઓ જોઈ શકશે લાઈવ પ્રસારણ 

Social Share

 

શ્રીનગરઃ- દેશમાં અરનાથ યાત્રા ખૂબ જ પ્રચલીત છે, જો કે આ વર્ષ દરમિયાન અને વિતેલા વર્ષ દરમિયાન પણ કોરોનાના કહેરને કારણે આ યાત્રા રદ કરવામાં આવી હતી, ત્યારે હવે શ્રી અમરનાથ યાત્રા માટે 24 જૂને પવિત્ર ગુફામાં વૈદિક જાપ સાથે પ્રથમ પૂજા જ્યેષ્ઠા પૂર્ણિમા પર કરવામાં આવનાર છે. આ માટે મંગળવારે જમ્મુથી ઘણા સેવકો પણ કાશ્મીર જવા રવાના થયા હતા.

શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નીતીશ કુમાર સહિત અન્ય અધિકારીઓ અને બોર્ડના સભ્યો પણ આ પ્રથમ પૂજામાં ઉપસ્થિત રહેશે. આ વખતે અમરનાથ યાત્રા કોવિડ રોગચાળાને કારણે રદ કરવામાં આવી છે, જેના કારણે યાત્રાની પરંપરાગત પૂજા અને અન્ય આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું લાઈ પ્રસારણ કરવામાં આવશે. છે.

આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓ પણ પ્રથમ પૂજામાં ભાગ લેવા રવાના થયા છે, એમ કહેવામાં આવે છે કે 28 જૂને બોર્ડના અધ્યક્ષ અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને બોર્ડના અન્ય અધિકારીઓ પવિત્ર ગુફામાં પ્રથમ પૂજામાં ભાગ લેશે.

આ  દિવસથી જ ઔપચારિક રીતે અમરનાથ યાત્રાની શરૂઆતની જાહેરાત કરવામાં આવી છે, જે રક્ષાબંધન સુધી ચાલુ રહેશે છે, યાત્રા રદ થયા પછી બોર્ડે દેશ વિદેશમામ રેહચતા શિવ ભક્તો માટે સવાર-સાંજ ભવનથી  પૂજાના લાઈવ પ્રસારણની વ્યવસ્થા કરી છે.