Site icon Revoi.in

ચાઈનીઝ એપ ટિકટોકને પ્રતિબંધિત કરવા વાળુ છેલ્લું રાષ્ટ્ર અમેરિકા ના હોઈ શકેઃ નિક્કી હેલી

Social Share

નવી દિલ્હીઃ ચાઈનિઝ એપ ટિકટોકને લઈને એક વાર ફરીથી આંતરરાષ્ટ્રીય બયાન બહાર આવ્યું છે. રિપબ્લિરન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નિક્કી હેલીએ ચાઈનીઝ એપ ટિકટોકને ખતરનાક ગણાવતા કહ્યું છે કે જ્યારે ભારત અને નેપાળ જેવા દેશોએ આ સોશિયલ મિડીયા પ્લેટ ફોર્મ પર પ્રતિબંધ મુક્યો છે, તો અમેરિકા આવું કરવા વાળો છેલ્લો દેશ ના હોય શકે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય-અમેરિકી પૂર્વ અમેરિકી રાજદૂત હેલીએ કહ્યું છે કે, બધાને આ જાણવું જરૂરી છે કે ચીન બધાને નિયંત્રિત કરી રહ્યું છે.

તેમણે કહ્યું, “જો તમે જાણવા માગતા હોય કે તમને કેવી રીતે પ્રભાવિત કરે છે, તો તમારા ફોનમાં તે એપ્લિકેશન હોવાની કલ્પના કરો, ચીન હવે તમારી આર્થિક સ્થિતિ જોઈ શકે છે, તે એ પણ જોઈ શકે છે કે તમારા સંપર્કો કોન છે.” તે જોઈ શકે છે કે તમે શું ક્લિક કરો છો, કેમ તેના પર ક્લિક કર્યું અને તે તમને કેવી રીતે અસર કરે છે. તમે જે દેખો છો તેના પર તેઓ પ્રભાવ પાડી શકે છે. તમે જે સાંભળો છો તેના પર પણ તેઓ પ્રભાવ પાડી શકે છે .આ TikTok ખૂબ ખતરનાક હિસ્સો છે.’

નિક્કીએ કહ્યું કે ભારતે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. નેપાળે તેના પર પ્રતિબંધ પણ મૂક્યો હતો કારણ કે તે સામાજિક વ્યવધાનનું કારણ બની રહ્યું હતું. TikTok પર પ્રતિબંધ મૂકનાર અમેરિકા છેલ્લો દેશ ન હોય. હેલીએ પ્રશ્નના જવાબમાં કહ્યું કે, “આવો હવે આને ખતમ કરીએ અને તેને બંધ કરીએ જેથી તે આપણા બાળકોને વધારે નુકસાન ન પહોંચાડે.”