Site icon Revoi.in

અમૃતા ફડણવીસનો દાવો: એક્સિસ બેંકમાં પણ TCS જેવું જ થયું હતું

Amrita Fadnavis claims: Same thing happened in Axis Bank as in TCS

Amrita Fadnavis claims: Same thing happened in Axis Bank as in TCS

Social Share

નાગપુર, 18 એપ્રિલ, 2026 – ટાટા કંપનીમાં જેહાદીઓ હિન્દુ કર્મચારીઓને, ખાસ કરીને મહિલાઓને દબડાવીને ધર્માંતરનો ધંધો કરી રહ્યા છે એ વાત ઉજાગર થયા પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્નીએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, એક્સિસ બેંકમાં પણ આવી ઘટના બની ચૂકી છે.

નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં અમૃતા ફડણવીસે નાસિકસ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ યુનિટમાં યૌન શોષણ અને ધર્મ પરિવર્તનના કેસ પર પોતાનો મત રજૂ કર્યો હતો અને આ બાબતને અત્યંત ગંભીર અને ચિંતાજનક ગણાવી હતી.

આ પણ વાંચોઃ આતંકી શાહીનનો દોરીસંચાર અને ટીસીએસની એચઆર નિદા ખાન દ્વારા અમલ?

ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ના વિવાદ વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે મોટો દાવો કર્યો છે. નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં અમૃતા ફડણવીસે જણાવ્યું હતું કે એક્સિસ બેંકમાં તેમના કાર્યકાળ દરમિયાન પણ આ પ્રકારની ઘટનાઓ બની હતી. તેમણે કાર્યસ્થળો પર મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે આવા કિસ્સા વધુ જાગૃતિ અને સતર્કતાની આવશ્યકતા પર ભાર મૂકે છે.

નાગપુરમાં નાગરિક વિકાસ સમિતિ દ્વારા આયોજિત ‘વુમન ઇન્ટેલેક્ચ્યુઅલ કોન્ફરન્સ’માં અમૃતા ફડણવીસે નાસિકની TCS યુનિટમાં ધર્માંતરણ અને યૌન ઉત્પીડનના આરોપો પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. કાર્યક્રમમાં તેમણે આ મામલાને અત્યંત ગંભીર અને ચિંતાજનક ગણાવ્યો હતો.

આ પણ વાંચોઃ GATE 2026ના બીજા દિવસે અભિનેત્રી સોનાલી બેન્દ્રેની પ્રેરક હાજરી, જુઓ VIDEO

કર્મચારીઓ આવી ઘટનાઓની તાત્કાલિક જાણ કરે: અમૃતા ફડણવીસ

શ્રીમતી ફડણવીસે જણાવ્યું હતું કે એક્સિસ બેંકમાં તેમના કાર્યકાળ દરમિયાન પણ આ પ્રકારની ઘટનાઓ ઘટી હતી. તેમણે કહ્યું કે તે કિસ્સાઓમાં વ્હિસલબ્લોઅર (બાતમીદાર) એ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કર્મચારીઓએ આવી ઘટનાઓની તાત્કાલિક રિપોર્ટ કરવી જોઈએ અને વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવી જોઈએ, જેથી અપરાધીઓને ઓળખી શકાય તથા જવાબદારી સુનિશ્ચિત થઈ શકે.

કાર્યસ્થળો પર મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી

આ સાથે જ શ્રીમતી ફડણવીસે કાર્યસ્થળો પર મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે આવા કિસ્સાઓ વધુ જાગૃતિ અને સતર્કતાની જરૂરિયાતને ઉજાગર કરે છે. તેમણે વધી રહેલા “લવ જેહાદ” ના આરોપોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે સખત કાર્યવાહી જરૂરી છે. સાથે જ તેમણે યુવા મહિલાઓને સતર્ક રહેવા માટે પણ આગ્રહ કર્યો હતો.

Exit mobile version