1. Home
  2. revoinews
  3. GATE 2026ના બીજા દિવસે અભિનેત્રી સોનાલી બેન્દ્રેની પ્રેરક હાજરી, જુઓ VIDEO
GATE 2026ના બીજા દિવસે અભિનેત્રી સોનાલી બેન્દ્રેની પ્રેરક હાજરી, જુઓ VIDEO

GATE 2026ના બીજા દિવસે અભિનેત્રી સોનાલી બેન્દ્રેની પ્રેરક હાજરી, જુઓ VIDEO

0
Social Share
  • વ્યાપાર-ઉદ્યોગને સ્પર્શતા વિવિધ વિષયો પર સુંદર તેમજ ઘનિષ્ઠ ચર્ચા

ગાંધીનગર, 18 એપ્રિલ, 2026 – GCCI દ્વારા આયોજિત “GATE 2026″ના બીજા દિવસે ગઈકાલે 17 એપ્રિલ, 2026ના રોજ હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે સુવિખ્યાત ફિલ્મ અભિનેત્રી સોનાલી બેન્દ્રેની હાજરી પ્રેરક રહી. આ ઉપરાંત ખાસ કરીને સમગ્ર દિવસ દરમિયાન વ્યાપાર-ઉદ્યોગને લગતા વિવિધ વિષયો ઉપર સુંદર અને ઘનિષ્ટ ચર્ચા થઈ હતી.

ઈન્ડસ્ટ્રી લીડર્સનું માર્ગદર્શન

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ગેટ-2026ના બીજા દિવસે વિવિધ સત્ર, જેવા કે સેમિકન્ડક્ટર, ડીપ ટેકનોલોજી, વેન્ચર કેપિટલ, સ્પોર્ટ્સ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વગેરેમાં આ તમામ સેક્ટર્સ સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત મહાનુભાવોએ તેઓના વિચારો રજૂ કર્યા. આ ઉપરાંત તેમણે ભવિષ્ય દર્શી સૂચનો વ્યક્ત કર્યાં અને તમામ સેશનને ઉદ્યોગજગત માટે પરિણામલક્ષી બનાવ્યા. આ બિઝનેસ કૉન્ક્લેવમાં જીસીસીઆઈના માનનીય પદાધિકારીઓની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી.

second day of GATE 2026
second day of GATE 2026

ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ પર પેનલ ચર્ચા ખાસ બની રહી, જેમાં શ્રી પ્રણવ નાયર, હેડ ઓફ કોસ્ટિંગ એન્ડ પ્રાઇસિંગ, કેન્સ સેમિકોન, શ્રી જેરી અરુકન અગ્નેસ, ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સીજી સેમી પ્રાઇવેટ લિમિટેડ; શ્રી મનીષ પટેલ, ચીફ ટેકનિકલ ઓફિસર, ક્વાડ ક્વોન્ટમ પ્રાઇવેટ લિમિટેડ; અને IIT ગાંધીનગરના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર શ્રી નિહાર મહાપાત્રાએ ભારતની સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષમતા, સપ્લાય ચેઇન વ્યવસ્થા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવવા અંગે નોંધપાત્ર માર્ગદર્શન આપ્યું. સત્રનું સંચાલન ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. રાજુલ ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓએ પોલિસી અલાઇનમેન્ટ તેમજ તે પરત્વે શૈક્ષણિક-ઉદ્યોગ સહયોગને આ ક્ષેત્રમાં વિકાસ માટે મહત્વપૂર્ણ પરિબળો તરીકે ભાર મૂક્યો હતો.

second day of GATE 2026
second day of GATE 2026

સમિટની અન્ય મહત્વપૂર્ણ ચર્ચામાં “ભારતમાં AI પ્રોડક્ટ્સ અને ડીપ ટેક સેક્ટરના ભવિષ્યના વિકાસશીલ રોકાણ” વિષય પર નિષ્ણાતોની પેનલે તેઓના વિચારો તેમજ સૂચન વ્યક્ત કર્યાં હતા. આ ચર્ચામાં યુનિકોર્ન ઇન્ડિયા વેન્ચર્સના સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર શ્રી અનિલ જોશી; સીફંડના સહ-સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર શ્રી મયૂરેશ રાઉત; GVFLના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મિહિર જોશી; જાવા કેપિટલના સ્થાપક ભાગીદાર શ્રી વિનોદ શંકર; અને દ્રોણ સાયબર સોલ્યુશન્સ ના સહ-સ્થાપક, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ડિરેક્ટર શ્રી ધ્રુવ પંડિત ઉપસ્થિત રહ્યા હતા. STIR એડવાઇઝર્સના મેનેજિંગ પાર્ટનર શ્રી ઋષભ શાહ દ્વારા સંચાલિત આ સત્રમાં વિવિધ સાહસો માટે કેપિટલ ઊભી કરવા અંગેના પરિબળો, AI-સંચાલિત નવીનતા અને આપણા દેશના એક ડીપ-ટેક પાવર હાઉસ તરીકે ઉદભવ પર ખૂબ ઉપયોગી દ્રષ્ટિકોણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

second day of GATE 2026
second day of GATE 2026

અન્ય સેશનમાં ભારતમાં ઝડપથી વિકસતી સ્પોર્ટ્સ ઈકોનોમી પર ઘનિષ્ઠ ચર્ચા થઇ હતી. આ ચર્ચામાં ગણેશ હાઉસિંગ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી શેખર પટેલ; ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટના પ્રમુખ શ્રીમતી મનીષા મલ્હોત્રા; ડ્રીમ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી નીલ શાહ; અને શ્રી ગગન નારંગ, ઉપપ્રમુખ, ભારતીય ઓલિમ્પિક એસોસિએશન ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓના વિચારો તેમજ સૂચન વ્યક્ત કર્યા હતા.

કન્સલ્ટન્ટ, પબ્લિક અફેર્સ, શ્રીમતી આકાંક્ષા શામવાણી દ્વારા સંચાલિત આ પરિચર્ચામાં રોકાણની તકો, માળખાગત વિકાસ અને ભારતના રમતગમત ઇકોસિસ્ટમને આકાર આપવામાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીની વધતી ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ GCCI પ્રેરિત ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પોનો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ

સમગ્ર આ દિવસની હાઈલાઈટ બની રહી પ્રખ્યાત અભિનેત્રી, લેખક અને વાચક શ્રીમતી સોનાલી બેન્દ્રેની ઉપસ્થિતિ. તેઓ સાથેની “ફાયર સાઇડ ચેટ” નું સંચાલન શ્રીમતી આકાંક્ષા શામવાનીએ કર્યું હતું. આ સત્રમાં પરંપરાગત વ્યાવસાયિક ક્ષેત્રોથી આગળ વધી વ્યક્તિગત મક્કમતા, રી-ઇન્વેન્શન (પુનઃ શોધ) ની જરૂર તેમજ આ ક્ષેત્રે સક્ષમ નેતૃત્વ પર ખૂબ પ્રભાવિત વિચાર પ્રસ્તુત થયા હતા. સમગ્ર સેશન દરમિયાન પ્રેક્ષકોનો પ્રતિભાવ આ સેશનની હાઈલાઈટ બની રહ્યા હતા. (જુઓ વીડિયો)

ભારતના સ્ટાર્ટઅપ અને રોકાણ ઇકો સિસ્ટમ ને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતા કોંકરંટ સેશન “સ્ટાર્ટ-અપ રાઉન્ડ ટેબલ” માં વિવિધ ફાઉન્ડર્સ, વેન્ચર કેપિટાલિસ્ટ્સ, અને સમગ્ર ઇકોસિસ્ટમ ને ઇન્ફ્લ્યુન્સ કરનારા વિવિધ મહાનુભાવો એ ભાગ લીધો હતો તેમજ આ વિષય પર અર્થપૂર્ણ સંવાદ થકી સમગ્ર સેશનને રસપ્રદ બનાવ્યું હતું. આ પરત્વે કોલેબોરેટીવ તકો અને સ્ટ્રેટેજિક એક્સચેન્જ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ કલ્પક્કમનો ઐતિહાસિક પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રિડર રિએક્ટર (PFBR) માં “ક્રિટિકલિટી” શું છે?

“શેપિંગ ઇન્ડિયા @ 2047: ધ પ્લેબુક ફોર સ્ટાર્ટઅપ્સ એન્ડ કેપિટલ” વિષય પરની પેનલ ચર્ચામાં મેડઅર્થા  કેપિટલના મેનેજિંગ પાર્ટનર શ્રી ગણેશ સબત; વિન્સેર પાર્ટનર્સના મેનેજિંગ પાર્ટનર શ્રીમતી નિધિ ખુમાન; 247VCના સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર શ્રી યજ્ઞેશ સંઘરાજકા; SINE IIT બોમ્બેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી શાજી વર્ગીસ; અને શ્રી પ્રણવ સંઘવી, ડિરેક્ટર, મેરાક વેન્ચર્સ, સ્ટીયરએક્સના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી લલિત સિંગલાએ સત્રનું સંચાલન કર્યું હતું. સમગ્ર પરિચર્ચામાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવા, સ્ટાર્ટઅપ્સને સ્કેલિંગ કરવા અને 2047 સુધીમાં ભારતના મૂડી ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે એક વ્યૂહાત્મક રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ જીસીસીઆઈમાં ગુજરાતની રિન્યુએબલ એનર્જી પૉલિસી વિષય પર સેમિનાર યોજાયો

વિવિધ “પિચ મેરેથોન સત્રો” ઉભરતા સ્ટાર્ટઅપ્સ માટે એક ગતિશીલ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યા હતા, જેનાથી તમામ ઉભરતા ઉદ્યોગકારોને, વિવિધ રોકાણકારો અને ઉદ્યોગક્ષેત્રના વરિષ્ટ નેતાઓની નિષ્ણાત પેનલ સમક્ષ તેઓના વિવિધ ઇનોવેશન પ્રસ્તુત કરવાની તક મળી હતી.

આ સત્રમાં શ્રી ગણેશ સબત,  મેનેજિંગ પાર્ટનર મેડઅર્થા  કેપિટલ શ્રીમતી નિધિ ખુમાન,   વિન્સેર પાર્ટનર્સ, મેનેજિંગ પાર્ટનર  શ્રી યજ્ઞેશ સંઘરાજકા, સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર, 247VC; શ્રી શાજી વર્ગીસ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સ્ટીયરએક્સશ્રી પ્રણવ સંઘવી, ડિરેક્ટર, મેરાક વેન્ચર્સ; શ્રી અનિલ જોશી, સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર, યુનિકોર્ન ઇન્ડિયા વેન્ચર્સ; શ્રી મયુરેશ રાઉત, સહ-સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર, સીફંડ; શ્રી મિહિર જોશી, મેનેજિંગ ડિરેક્ટર, GVFL; શ્રી વિનોદ શંકર, સ્થાપક ભાગીદાર, જાવા કેપિટલ; શ્રી ધ્રુવ પંડિત, સહ-સ્થાપક, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ડિરેક્ટર, દ્રોણ સાયબર સોલ્યુશન્સ; અને શ્રી ઋષભ શાહ, મેનેજિંગ પાર્ટનર, STIR એડવાઇઝર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ “પિચ મેરેથોન સત્રો” થકી રાજ્યની ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા, મૂડીની ઉપલબ્ધતાને સક્ષમ બનાવવા અને ઉચ્ચ-સંભવિત સાહસોને માર્ગદર્શન આપવા માટે ચેમ્બરની સતત પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત થઈ હતી.

આ પણ વાંચોઃ ચૂંટણી પંચનો સપાટો: તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં રૂ.865 કરોડથી વધુની મિલકત જપ્ત

“GATE 2026” સમિટનો બીજો દિવસ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની રાજ્યના વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા, વ્યૂહાત્મક સંવાદને શક્ય બનાવવા અને સસ્ટેનેબલ આર્થિક વિકાસને વેગ આપવાના વિઝનનું જીવંત ઉદાહરણ બની રહ્યું હતું. સમગ્ર “GATE 2026” સમિટ ભારતના ભવિષ્ય માટે વિવિધ વ્યવસાય અને ટેકનોલોજી ઇકોસિસ્ટમને સક્ષમ બનાવવા બાબતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code