- ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ પદયાત્રા યોજાઈ
સુરત, 26 ઑક્ટોબર, 2026 – Massive demonstration by the BJP in Surat કોંગ્રેસ દ્વારા એસઆઈઆર અને મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનના પ્રતિકારમાં ગુજરાત ભાજપે વ્યાપક રણનીતિ તૈયાર કરી છે. તેના ભાગરૂપે ગઈકાલે રવિવારે ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓની હાજરીમાં ખૂબ વિશાળ પદયાત્રા યોજાઈ હતી.
આ અંગે ગુજરાત ભાજપ દ્વારા જણાવ્યા અનુસાર, જનતાનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહેલી કોંગ્રેસ જનતાના જનાદેશને સ્વીકારવાને બદલે ષડયંત્ર હેઠળ દેશની લોકતાંત્રિક વ્યવસ્થાઓ, SIR, ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે જનતામાં અવિશ્વાસ ઊભો કરવાનો દુર્ભાગ્યપૂર્ણ પ્રયાસ કરી દેશમાં ભ્રમ, અશાંતિ અને અરાજકતા ફેલાવી રહી છે ત્યારે આવા ભ્રામક પ્રચારનો પર્દાફાશ કરવા, લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે જનતાનો વિશ્વાસ મજબૂત કરવા અને લોકતંત્રની ગરિમા જાળવવા ભારતીય જનતા પાર્ટીના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાનનો આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં સુરત ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

“લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો” પદયાત્રા સુરતના અડાજણસ્થિત પ્રાઈમ માર્કેટ પાસેથી પ્રારંભ થયો હતો જે પ્રેસિડેન્સી સર્કલ, માછલી સર્કલ અને વરુણ હોસ્પિટલ સર્કલ થઈને ભૂલકા ભવન સર્કલ ખાતે સમાપ્ત થઈ હતી. પદયાત્રા દરમિયાન લોકશાહીની ગરિમા જાળવવા, ભ્રામક પ્રચાર સામે જાગૃતિ ફેલાવવા અને જનતાનો વિશ્વાસ લોકતાંત્રિક વ્યવસ્થાઓમાં અડગ રાખવા સંદર્ભે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. આગેવાનો તથા કાર્યકર્તાઓએ ‘વોટચોરીના નામે જનાદેશનું અપમાન, નહિ સહેગા હિન્દુસ્તાન‘; ‘કોંગ્રેસનો હાથ, ઘુષણખોરોને સાથ‘; ‘જે ઘુષણખોરોના યાર છે, તે દેશના ગદ્દાર છે‘; ‘વિપક્ષની અરાજકતા, નહિ સહેગા હિન્દુસ્તાન‘ સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા.
‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અંતર્ગત આયોજિત પદયાત્રા
📍સુરત મહાનગર https://t.co/AOxuwQefu3
— Jagdish Vishwakarma (@iJagdishBJP) October 26, 2026
પદયાત્રાના પ્રસ્થાન પૂર્વે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે વિકાસ, સુશાસન, રાષ્ટ્રગૌરવ અને જનકલ્યાણની નવી દિશા પ્રાપ્ત કરી છે. તેમની લોકપ્રિયતા અને ભાજપાને મળી રહેલા જનસમર્થનથી હતાશ કોંગ્રેસ પોતાની રાજકીય નિષ્ફળતાઓનું આત્મમંથન કરવાને બદલે ભ્રામક નેરેટિવ ઊભો કરીને દેશમાં અશાંતિ અને અરાજકતા ફેલાવી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ એકતા જ પ્રાર્થના, એકતા જ સંકલ્પ: એકતા દિવસ 2026 માટે 200 NCC કેડેટ્સ સજ્જ
શ્રી વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, વિદેશી તાકાતોનો હાથો બનીને દેશના યુવાનોને ભડકાવવાનું કામ કરી રહેલી રાહુલ એન્ડ કંપનીના મનસૂબા ક્યારેય સફળ નહિ થાય. ભારતનો યુવાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે છે, જનતાને દેશની લોકતાંત્રિક વ્યવસ્થાઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. આજે દેશ વિકસિત ભારતની દિશામાં, મેક ઇન ઇન્ડિયા ના મંત્ર સાથે આત્મનિર્ભરતા તરફ અગ્રેસર બની રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે.
તેઓએ કહ્યું કે, કોંગ્રેસ ઘુષણખોરોને બચાવવાનું કામ કરી રહી છે, તે નથી ઈચ્છતી કે ઘુષણખોરો મતદારયાદીમાથી દૂર થાય. દેશમાં એક તરફ લોકતંત્ર છે અને બીજી તરફ કોંગ્રેસ ભીડતંત્ર દ્વારા અરાજકતા ફેલાવી દેશનો માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે પણ કોંગ્રેસની જૂઠની રાજનીતિ દેશમાં ક્યારેય નહિ ચાલે.
તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાહેર જીવનમાં સેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થયા છે. આજે દેશના 22 રાજ્યોમાં ભાજપા તથા એનડીએનું શાસન જનતાના આશીર્વાદથી છે. ભાજપા પ્રત્યેના જનતાના પ્રેમથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે અને પોતાની હાર પચાવી શકી નથી. હાર ભાળી ગયેલી કોંગ્રેસનો બહુરૂપી ચહેરો દેશની જનતા બરાબર ઓળખે છે. ભારતને બદનામ કરવાના કાવતરા કરતી કોંગ્રેસને દેશની જનતા ક્યારેય માફ નહીં કરે.
આજની આ પદયાત્રામાં રાજ્ય સરકારનાશ્રી નરેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ, સુરત શહેર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ, ભાજપા સંગઠનના પદાધિકારીઓ, સિનિયર આગેવાનો, સાંસદ, ધારાસભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ, ધાર્મિક અગ્રણીઓ, વિવિધ સમાજના આગેવાનો, વેપારી એસોસિયેશનના પ્રતિનિધિઓ, મહિલાઓ, એનજીઓના પ્રતિનિધિઓ અને પ્રબુદ્ધ નાગરિકો સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.


