Homeગુજરાતીગુજરાતજુનાગઢમાં ગીર ગાયના શુદ્ધ ઘીના નામે વેચાતો 600 કિલો ફેક ઘીનો જથ્થો...

જુનાગઢમાં ગીર ગાયના શુદ્ધ ઘીના નામે વેચાતો 600 કિલો ફેક ઘીનો જથ્થો પકડાયો

જુનાગઢ, 25 ઓક્ટોબર, 2026 :  600 kg of fake ghee seized સુરત અને ડીસામાંથી તાજેતરમાં નકલી ઘીનો જથ્થો પકડાયા બાદ સૌરાષ્ટ્રના જુનાગઢમાં ગીર ગાયના શુદ્ધ ઘીના નામે વેચાતા કથિત નકલી ઘીનો જથ્થો પકડાયો છે. શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપ (એસઓજી) દ્વારા શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક દુકાન નં-15 ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા ફુડ વિભાગના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. ફુડ વિભાગના અધિકારીઓ દ્વારા ઘીના સેમ્પલ લઈને પરિક્ષણ માટે મોકલી અપાયા છે. પોલીસના કહેવા મુજબ દિવેલાના વેપારની આડમાં સોયાબીન તેલ અને કેમિકલ ભેળવી ‘બ્રજ મટુકી’ તેમજ ‘કેશવ’ જેવી બ્રાન્ડના નામે ‘ગીર ગાયનું શુદ્ધ ઘી’ કહી ₹600 પ્રતિ કિલોના ભાવે ઘી વેચવામાં આવતું હતું.

શહેર એસઓજી પોલીસે બાતમીના આધારે માર્કેટિંગ યાર્ડ નજીક દુકાન નં-15 ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં રેડ પાડવામાં આવી હતી  રેડ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ આરોપી મોટા વાસણોમાં સોયાબીન તેલ, દિવેલાનું તેલ, કૃત્રિમ ઘી ફ્લેવર તેમજ વિવિધ જોખમી કેમિકલો અને એસેન્સનું મિશ્રણ કરીને આ શંકાસ્પદ દેશી ઘી તૈયાર કરતો હતો. ઘી બનાવવા માટે વપરાતા મોટા કન્ટેનરમાં ખાસ પ્રકારની પાઈપલાઈન અને ફિટિંગ ગોઠવવામાં આવી હતી, જેના દ્વારા સીધું જ પ્રવાહી ડબ્બાઓમાં ભરી લેવાતું હતું. કારખાનામાંથી આઠથી વધુ જાણીતી બ્રાન્ડના ડબ્બા, નામાંકિત કંપનીઓના બનાવટી લોગોવાળા સ્ટીકરો તેમજ ઘીની સુગંધ આપતી એસેન્સની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો છે.

 આરોપીઓ સાદા તેલ અને કેમિકલથી બનેલા આ નકલી ઘીના ડબ્બાઓ પર ગીર ગાયના શુદ્ધ દેશી ઘી તેમજ પ્રખ્યાત બ્રાન્ડ્સના નકલી લેબલ ચોંટાડી દેતા હતા. ત્યારબાદ બજારમાં આ ભેળસેળિયું ઘી અસલી અને પૌષ્ટિક હોવાનો દાવો કરીને ₹600 પ્રતિ કિલોના ભાવે ગ્રાહકોને પધરાવવામાં આવતું હતું.  આ મામલે ફૂડ વિભાગના અધિકારી ચિંતન ત્રિવેદીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, સ્થળ પરથી મળી આવેલો શંકાસ્પદ ઘીનો સમગ્ર જથ્થો હાલ સીઝ કરી લેવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા નમૂનાઓને સઘન પરીક્ષણ અર્થે વડોદરા સ્થિત સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આગામી 14 દિવસમાં લેબોરેટરીનો સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ તેમાં કયા પ્રકારની અને કેટલા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવી હતી તે સમગ્ર બાબત સ્પષ્ટ થશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular