Site icon Revoi.in

રાષ્ટ્રપતિની મુલાકાતને પગલે અમદાવાદમાં “નો ડ્રોન ફ્લાય ઝોન”ની જાહેરાત

Social Share

અમદાવાદઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી આજથી ત્રણના ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. તેમની સુરક્ષાને લઈને પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કરાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના તમામ વિસ્તારોમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ તેમજ માનવ સંચાલિત માઈક્રો લાઈટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર/પેરા ગ્લાઈડર, પેરા મોટર તેમ જ હોટ એર બલુન તથા પેરા જમ્પીંગ ચલાવવાની/કરવાની  મનાઈ ફરમાવવામાં આવી છે. પોલીસ વિભાગ અને સુરક્ષાબળોને ઉપરોક્ત સંસાધનોના ઉપયોગ માટે જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે.  આ હુકમ 28 ઓક્ટોબરના કલાક 10:00 થી કલાક 14:00 તથા 29 ઓક્ટોબરના કલાક 09:00 થી કલાક 12:00 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ શિક્ષાને પાત્ર થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી નિર્દોશ વ્યક્તિઓની આતંકવાદીઓ નિર્મમતા પૂર્વક હત્યા કરી છે. બીજી તરફ પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી સંગઠનો ભારતમાં બેઠેલા તેમના ત્રાસવાદીઓને ભાંગફોડની પ્રવૃતિ આચરવા પ્રોત્સાહન આપવામાં આવે છે.