Site icon Revoi.in

અમેરિકામાં વધુ એક ગુજરાતી મહિલાની હત્યા, લૂંટારાએ સ્ટોરમાં ઘૂસી ગોળીબાર કર્યો

Another Gujarati woman murdered in America, robber enters store and opens fire

Another Gujarati woman murdered in America, robber enters store and opens fire

Social Share

અમદાવાદ, 26 મે 2026 – અમેરિકામાં વધુ એક ગુજરાતી મહિલાની હત્યા થઈ હોવાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર મહેસાણાના મેઘના પટેલ ઉપર સ્ટોરની અંદર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીબાર કરનાર શખ્સ લૂંટના ઈરાદે જ આવ્યો હોવાનું CCTV ફૂટેજ પરથી જણાય છે.

અમેરિકામાં હત્યાના ઈરાદે કરાયેલા ફાયરિંગની એક ઘટનામાં મહેસાણા જિલ્લાના એક અનિવાસી ગુજરાતી મહિલાની ગોળી મારવામાં આવી હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે. આ ઘટનામાં ભોગ બનનાર મહિલાની ઓળખ વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના વતની મેઘના પટેલ તરીકે થઈ છે. અહેવાલો અનુસાર, તેઓ પોતાના પરિવાર સાથે અમેરિકામાં રહેતા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, એક અજ્ઞાત વ્યક્તિએ સ્ટોરમાં ઘૂસીને મેઘના પટેલ પર ફાયરિંગ કર્યું હતું, જેમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક વ્યક્તિ ગ્રાહક બનીને સ્ટોરમાં પ્રવેશે છે. તે ટ્રેક સૂટ, જેકેટ, મોજા, ચહેરા પર માસ્ક અને ટોપી પહેરેલો જોવા મળ્યો હતો. ફૂટેજમાં વધુમાં જોવા મળે છે કે શંકાસ્પદ વ્યક્તિએ મેઘના પટેલ સાથે થોડી સેકન્ડ સુધી વાતચીત કરી હતી અને ત્યારબાદ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. બાદમાં તે ટેબલ પરથી કોઈ સામાન લઈને ઘટનાસ્થળેથી ભાગી જતો જોવા મળ્યો હતો.

પ્રાથમિક તપાસ દર્શાવે છે કે આ ફાયરિંગ લૂંટ ચલાવવાના ઈરાદાથી કરવામાં આવ્યું હોઈ શકે છે. સત્તાવાળાઓએ તપાસ શરૂ કરી દીધી છે.

જુઓ વીડિયો…

Exit mobile version