Site icon Revoi.in

DMK સાંસદ દયાનિધિ મારનનો વધુ એક બફાટ, જાણો ઉત્તર ભારતની મહિલાઓ વિશે શું કહ્યું?

Another slur from DMK MP Dayanidhi Maran about the women

Another slur from DMK MP Dayanidhi Maran about the women

Social Share

ચેન્નાઈ/નવી દિલ્હી, 14 જાન્યુઆરી, 2026: Another slur from DMK MP about women દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) ના સાંસદ દયાનિધિ મારનના વધુ એક વિવાદાસ્પદ નિવેદનને કારણે ફરી એકવાર ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. ડીએમકે સાંસદ મારને ઉત્તર ભારતીય મહિલાઓની સરખામણી દક્ષિણ ભારતની મહિલાઓ સાથે કરતા અત્યંત વાંધાજનક ટિપ્પણી કરી છે.

શું છે સમગ્ર વિવાદ?

મારને આ બફાટ તાજેતરમાં મુસ્લિમોની કાયદે મિલાથ સરકારી કૉલેજ ફૉર વીમેનના એક કાર્યક્રમમાં કર્યો હતો. ડીએમકે સાંસદે દક્ષિણ ભારતના રાજ્યો (ખાસ કરીને તમિલનાડુ) અને ઉત્તર ભારતના રાજ્યો વચ્ચેના સામાજિક-આર્થિક તફાવત પર બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, “દક્ષિણ ભારતમાં મહિલાઓ શિક્ષિત છે અને અર્થતંત્રમાં ફાળો આપી રહી છે, જ્યારે ઉત્તર ભારતીય મહિલાઓને માત્ર ઘરે રહેવા અને બાળકો પેદા કરવા માટે જ કહેવામાં આવે છે.”

મારને બફાટ કર્યો કે દક્ષિણ ભારતની મહિલાઓ આઈટી (IT) અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અગ્રેસર છે, જ્યારે ઉત્તર ભારતમાં પિતૃસત્તાક માનસિકતાને કારણે મહિલાઓનો વિકાસ રૂંધાયેલો છે. તેમણે હિન્દી ભાષી રાજ્યોમાં મહિલાઓની સ્થિતિને “પછાત” ગણાવીને વિવાદને હવા આપી હતી.

રાજકીય પ્રતિક્રિયાઓ:

ભારતીય જનતા પાર્ટીએ આ નિવેદનને મહિલા વિરોધી અને રાષ્ટ્રને વિભાજિત કરનારું ગણાવ્યું છે. ભાજપના નેતાઓએ કહ્યું કે ડીએમકે સતત ઉત્તર ભારતીયોનું અપમાન કરવાની માનસિકતા ધરાવે છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર યુઝર્સ આ નિવેદનને “દ્વેષપૂર્ણ” ગણાવી રહ્યા છે. ઘણા લોકોએ સુષ્મા સ્વરાજ, નિર્મલા સીતારમણ (જેઓ ઉત્તર ભારત સાથે પણ સંબંધ ધરાવે છે) અને કિરણ બેદી જેવાં નામો આપીને સાંસદના તર્કને ખોટો ગણાવ્યો છે.

જોકે વિવાદ વધતા પક્ષના કેટલાક નેતાઓએ એવી સ્પષ્ટતા કરવાનો પાંગળો પ્રયાસ કર્યો હતો કે મારનનો હેતુ માત્ર મહિલા શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂકવાનો હતો, કોઈના અપમાનનો નહીં. પરંતુ વિપક્ષો હવે મારન પાસેથી માફીની માંગ પર અડગ છે.

આ પણ વાંચોઃ 15 સેટેલાઇટ નિષ્ફળ ગયા, પરંતુ ‘KID’ સેટેલાઇટે ઇતિહાસ રચી દીધો

Exit mobile version