રિવોઈ ન્યૂઝ, 23 મે, 2026 – કોકરોચ પાર્ટીના નામે ટ્રેડમાર્ક મેળવવા માટે પણ હોડ લાગી હોવાનું જાણવા મળે છે. અહેવાલ અનુસાર સુરેન્દ્રનગરના મુસ્લિમ યુવક સહિત બે અરજી દાખલ થઈ છે. દેશને અસ્થિર કરવા માગતા તત્વો એક તરફ વિદેશમાં બેઠા બેઠા સક્રિય થયા છે તો બીજી તરફ દેશમાં પણ એવા તત્વો છે જે આ તકનો લાભ ઉઠાવી લેવા માગે છે.
કોકરોચ જનતા પાર્ટીના નામે ઊભા થયેલા માત્ર ઑનલાઈન જુવાળ વચ્ચે દેશની ટ્રેડમાર્ક એજન્સીએ ગઈકાલે જાહેર કર્યું હતું કે, આ નામે ટ્રેડમાર્ક મેળવવા માટે બે અરજી દાખલ થઈ છે. એ અરજી કરનાર પૈકી એક ગુજરાતના સુરેન્દ્રનગરનો મુસ્લિમ યુવક હોવાનું જાણવા મળે છે. આ મુસ્લિમ યુવક અમદાવાદમાં જીમનો સંચાલક હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
જોકે અન્ય એક અહેવાલ અનુસાર, કોકરોચ જનતા પાર્ટીએ પણ ટ્રેડમાર્ક માટે અરજી કરી દીધી છે. આમ અત્યાર સુધીમાં કુલ ત્રણ અરજી થઈ હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચોઃ કોકરોચ જનતા પાર્ટીનો જુવાળ ભારતમાં ડિજિટલ વૉરની ચેતવણી છેઃ લેફ. કર્નલ ત્યાગરાજન
સીજેપી માટે બે ટ્રેડમાર્ક અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે. ટ્રેડમાર્ક રજિસ્ટ્રીના પબ્લિક સર્ચ પોર્ટલના રેકોર્ડ અનુસાર, ‘કોકરોચ જનતા પાર્ટી’ શબ્દ (વર્ડમાર્ક) માટે ક્લાસ 45 હેઠળ બે સ્વતંત્ર અરજીઓ સબમિટ કરવામાં આવી છે, જે કાનૂની અને પસંદગીની વ્યક્તિગત સેવાઓને આવરી લે છે.
પ્રથમ અરજી અઝીમ આદમભાઈ જામ દ્વારા ‘COCKROACH JANTA PARTY’ વર્ડમાર્ક માટે ફાઈલ કરવામાં આવી છે. જ્યારે બીજી અરજી અખંડ સ્વરૂપ દ્વારા ‘Cockroach Janta Party’ માટે કરવામાં આવી છે.

