Site icon Revoi.in

કાશ્મીરના ડોડામાં સૈનાનું વાહન ખીણમાં ખાબક્યું, ચાર જવાનોએ જીવ ગુમાવ્યો

Social Share

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026: કાશ્મીરના ડોડામાં ગમખ્યાર દૂર્ઘટના સર્જાઈ છે. અહીંથી પસાર થતુ સેનાનું કેન્સપર ઉંડી ખીણમાં ખાબક્યું હતું. આ દૂર્ઘટનામાં ચાર જવાન શહીદ થયાનું જાણવા મળે છે જ્યારે કેટલાક જવાનો ઈજાગ્રસ્ત થયાં છે. સેનાનું આ વાહન ડોડાના ભદ્રવાહ ચંબા રોડ ઉપરથી પસાર થઈ રહ્યું છે, આ રોડ પહેલાથી ખરાબ હોવાનું જાણવા મળે છે. સેનાનું વાહન લગભગ 200 ફુટ ઉંડી ખીણમાં ખાબક્યું હતું. જવાનોને બહાર કાઢવા માટે રાહત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.

ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈ પણ કારણોસર વાહન રોડ ઉપરથી સ્લીપ ખાઈ ગયું હતું. આ ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને બચાવ ટીમો પણ મોકલી દેવામાં આવી છે. ઈજાગ્રસ્ત જવાનોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં છે. કેટલાક જવાનોની હાલત ગંભીર જોવાનું પણ જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃવસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન

Exit mobile version