Site icon Revoi.in

વિધાનસભા ચૂંટણી પરિણામઃ મેઘાલયમાં એનપીપી, નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભાજપ આગળ

Social Share

નવી દિલ્હીઃ પૂર્વમાં આવેલા ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં યોજાયેલા મતદાન બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્રિપુરા અને ભાજપા પ્રાથમિક તારણમાં આગળ હતા. જ્યારે મેઘાલયમાં એનપીપી આગળ ચાલી રહી છે. નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભાજપને બહુમતી જોવા મળી રહી છે.

ઉત્તર-પૂર્વના ત્રણ રાજ્યમાં ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં આજે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્રણેય રાજ્યોમાં 60-60 જેટલી વિધાનસભાની બેઠક છે. ત્રિપુરામાં 16મી ફેબ્રુઆરી અને નાગાલેન્ડ અને મેઘાલયમાં 27મી ફેબ્રુઆરીના રોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. હાલની સ્થિતિ અનુસાર મેઘાલયમાં એનપીપી 25 બેઠક ઉપર, ભાજપા પાંચ બેઠક ઉપર, કોંગ્રેસ પાંચ, ટીએમસી 7 તથા 7 અપક્ષ આગળ ચાલી રહ્યાં છે.

જ્યારે નાગાલેન્ડમાં 41 બેઠક ઉપર ભાજપ, એનપીએફ 4 બેઠક ઉપર અને 15 બેઠક ઉપર અપક્ષ ઉમેદવારો આગળ છે, બીજી તરફ હજુ સુધી કોંગ્રેસ ખાતુ ખોલાવી શક્યું નથી.

ત્રિપુરામાં પણ ભાજપની સરકાર બનતી હોય તેમ લાગી રહ્યું છે. ભાજપા 31, લેફ્ટ 17, ટીએમપી 11 અને એક બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર આગળ છે. મેઘાલયમાં મુખ્યમંત્રી કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. પ્રાથમિક તારણોમાં એનપીપી 25 બેઠક ઉપર આગળ છે.