Site icon Revoi.in

ઓસ્ટ્રેલિયાના PMએ નરેન્દ્ર મોદીને ‘BOSS’ કહીને પોતાના મનની ઈચ્છા વ્યક્ત કરીઃ એસ.જયશંકર

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન, ઓસ્ટ્રેલિયા અને પાપુઆ ન્યૂ ગિનીની મુલાકાતેથી પરત ફર્યાં છે. આ ત્રણ દેશના પ્રવાસમાં ભારત અને પીએમ મોદીને ખુબ સન્માન આપવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના પીએમએ નરેન્દ્ર મોદીને ધ બોસ કહ્યાં હતા તે તેમના ભાષણનો હિસ્સો ન હતો પરંતુ તેમના મનની વાત હતી. જ્યારે બાઈડેન નરેન્દ્ર મોદીનું ખુબ સન્માન કરે છે જેથી તેમના ઓટોગ્રાફ માંગ્યાં હતા. એટલું જ નહીં પાપુઆ ન્યૂ ગિનીનીના પીએમ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુરુ માને છે તેમ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું.

પીએમ મોદીની સાથે ત્રણ દેશના પ્રવાસથી પરત આવેલા વિદેશ મંત્રી એસ.જયશંકરે પોતાના અનુભવો અંગે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વને પગલે દુનિયાના વિવિધ દેશોમાં ભારતને જોવાની નજર બદલાઈ છે. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બાનીઝએ નરેન્દ્ર મોદીને ધ બોસ કહ્યાં હતા. આ તેમની સ્પીચનો કોઈ હિસ્સો ન હતો. આ સંદર્ભે તેમણે મને કહ્યું કે, મોદીને ધ બોસ બોલવુ મારા મનની વાત હતી. આ મારા અંદરની ભાવના છે. પાપુઆ ન્યુ ગિનીના પીએમએ મને કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી મારા માટે કોઈ દેશના પીએમ નહીં પરંતુ તેઓ મારા ગુરુ છે.

એસ.જયશંકરે જણાવ્યું હતું કે, જાપાન અને અમેરિકાના રાષ્ટ્રપતિએ પીએમ મોદીના ઓટોગ્રાફ માંગ્યાં હતા, તે તેમની અંગત ચાહત છે. બાઈડેન પીએમ મોદીનું ખુબ સન્માન કરે છે, તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી જ્યારે પણ અમેરિકા આવે છે ત્યારે તેમનું સ્વાગત કેવી રીતે કરવું તેનું સતત દબાણ રહે છે.