Site icon Revoi.in

બનાસકાંઠાઃ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદન યુનિટ પર ભારતીય માનક બ્યુરોના દરોડા

Social Share

અમદાવાદઃ માર્ક વિનાની વસ્તુઓનું વેચાણ કરનારાઓ સામે ભારતીય માનક બ્યુરો અધિકારીઓએ કવાયત શરૂ કરી છે. દરમિયાન બનાસકાંઠાના દિયોદરમાં આઈએસઆઈ માર્ક મામલે દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના ISI માર્ક ધરાવતા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદનમાં સંડોવાયેલા હોવાની માહિતીના આધારે મેસર્સ શ્રી એન્ટરપ્રાઇઝ, પ્લોટ નંબર 111, જીઆઇડીસી, દિયોદર, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત ઉપર હાલમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન મેસર્સ શ્રી એન્ટરપ્રાઇઝમાંથી ISI માર્ક ધરાવતા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરની 26136 બોટલો, shrink wrap labelના carton અને સ્ટીકર લેબલના 15 રોલ જપ્ત કરવામાં આવ્યા હતા.

આ ઉત્પાદન ભારત સરકારના આદેશ મુજબ ફરજિયાત પ્રમાણીકરણમાં આવે છે, જે સૂચવે છે કે કોઈપણ વ્યક્તિ ભારતીય માનક બ્યુરોમાંથી માનક ચિન્હ માટે (ISI) લાઇસન્સ મેળવ્યા વિના ઉત્પાદક ઉત્પાદન કરી શકશે નહીં. ભારતીય માનક બ્યુરોની પૂર્વ પરવાનગી વિના માનક ચિહ્નનો ઉપયોગ કરવાવાળાની વિરુધ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમન, 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે,જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2 લાખ/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે. ભારતીય માનક બ્યુરોની કાર્યવાહીને પગલે માર્ક વિનાનું ઉત્પાદન વેચનારાઓમાં ફફડાટ ફેલાયો છે.