Site icon Revoi.in

BCCIએ જાહેર કર્યું વાર્ષિક કોન્ટ્રાક્ટનું લિસ્ટ, ઐયર અને ઈશાન કિશનની બાદબાકી

Social Share

મુંબઈઃ BCCIએ ખેલાડીઓના વાર્ષિક કરારની યાદી જાહેર કરી છે. શ્રેયસ અય્યર અને ઈશાન કિશનના નામ સીઝન 2023-24 માટે જાહેર કરવામાં આવેલી આ યાદીમાં સામેલ નથી. બંને ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લીધો ન હતો. જેના કારણે બોર્ડ નારાજ થયું હતું. તેની અસર કોન્ટ્રાક્ટ લિસ્ટમાં જોવા મળી હતી. બીસીસીઆઈના જણાવ્યા અનુસાર, ઐયર અને ઈશાનને વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નથી. ઉત્તર પ્રદેશના ડાબોડી બેટ્સમેન રિંકુ સિંહને ગ્રેડ-સીમાં સ્થાન મળ્યું છે. કેપ્ટન રોહિત શર્મા સિવાય A+ ગ્રેડમાં વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, બીસીસીઆઈએ આ વર્ષે 30 ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપ્યા છે. આ કોન્ટ્રાક્ટ 1 ઓક્ટોબર, 2023 થી 30 સપ્ટેમ્બર, 2024 સુધીનો છે. બોર્ડે આ વખતે નવી પરંપરા જાહેર કરી છે. તેણે એક અલગ ફાસ્ટ બોલિંગ કોન્ટ્રાક્ટ પણ આપ્યો છે. આ યાદીમાં આકાશ દીપ, વિજયકુમાર વૈશ્યક, ઉમરાન મલિક, યશ દયાલ અને વિદ્વાથ કવેરપ્પાનો સમાવેશ થાય છે.

ગ્રેડ A+માં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ ગ્રેડમાં રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા, બી ગ્રેડમાં સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલ તેમજ સી ગ્રેડમાં રિંકુ સિંહ, તિલક વર્મા, રૂતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસીદ કૃષ્ણ, અવેશ ખાન અને રજત પાટીદારનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ પ્લસ ગ્રેડમાં સામેલ ખેલાડીઓને વર્ષના સાત કરો, એ ગ્રેડમાં સામેલ ખેલાડીઓને પાંચ કરોડ, બી ગ્રેડમાં સામેલ ખેલાડીઓને 3 કરોડનું મહેનતાણું મળશે. જ્યારે સી ગ્રેડમાં સામેલ ખેલીડીઓને વર્ષના એક-એક કરોડની રકમ આપવામાં આવશે.