Site icon Revoi.in

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોને રાહત

Social Share

નવી દિલ્હી, 1 ઓગસ્ટ 2026: ઓઇલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યવસાયિક સંચાલકોને મોટી રાહત આપવામાં આવી છે. કંપનીઓએ કોમર્શિયલ એલપીજી  સિલિન્ડરના ભાવમાં જંગી ઘટાડો કર્યો છે, જે આજથી એટલે કે 1 ઓગસ્ટથી અમલી બની ગયો છે. સતત બીજા મહિને કિંમતો ઘટવાને કારણે ખાણી-પીણીનો વ્યવસાય કરતા વેપારીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

1 ઓગષ્ટથી લાગુ નવી કિંમત મુજબ દિલ્હીમા 19 કિલો  કોમર્શિયલ સિલિન્ડર 202 રૂપિયા સસ્તો થયો  છે.જ્યારે કોલકાતામા તેની  કિંમત 209  ઘટાડી છે. વ્યવસાયિક ઉપયોગ માટેના સિલિન્ડરના ભાવમાં રાહત આપવામાં આવી છે, પરંતુ સામાન્ય ગ્રાહકો માટે ઘરેલુ (ડોમેસ્ટિક) એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી, તેના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. આ નવા ભાવ ઘટાડાથી હોટલ અને રેસ્ટોરન્ટ ચલાવતા સંચાલકોના ઓપરેશનલ ખર્ચમાં થોડી રાહત મળશે.

Exit mobile version