નવી દિલ્હી, 30 એપ્રિલ 2026: રક્ષા મંત્રી રાજનાથ સિંહે 30 એપ્રિલ, 2026ના રોજ નવી દિલ્હીના માણેકશા સેન્ટર ખાતે ઈટાલીના સંરક્ષણ મંત્રી ગુઈડો ક્રોસેટ્ટો સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને મંત્રીઓએ પુનરોચ્ચાર કર્યો હતો કે ભારત-ઈટાલી વ્યૂહાત્મક ભાગીદારી શાંતિ, સ્થિરતા, સ્વતંત્રતા અને પરસ્પર આદરના સમાન મૂલ્યો પર આધારિત છે.
Happy to have welcomed my Italian counterpart Mr Guido Crosetto and held extensive talks with him in Delhi today. We discussed a wide range of regional and global issues including the current situation in West Asia.
We also discussed the avenues to further develop mutually… pic.twitter.com/t9hX3YbsZ6
— Rajnath Singh (@rajnathsingh) April 30, 2026
એક્સ પરની એક પોસ્ટમાં, રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે તેમણે અને તેમના ઈટાલિયન સમકક્ષે પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓની વ્યાપક શ્રેણી પર ચર્ચા કરી હતી. બંને મંત્રીઓએ ‘આત્મનિર્ભર ભારત’ કાર્યક્રમ અને ઈટાલીની સંરક્ષણ સહયોગ પહેલ હેઠળ પરસ્પર ફાયદાકારક સંરક્ષણ ઔદ્યોગિક સહયોગને વધુ વિકસાવવાના માર્ગો પર પણ ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન વર્ષ 2026-27 માટેની દ્વિપક્ષીય સૈન્ય સહયોગ યોજનાનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું, જે બંને દેશોના સંરક્ષણ દળો વચ્ચે લશ્કરી જોડાણો માટેનો માર્ગ મોકળો કરશે.
બંને પ્રાચીન દરિયાઈ રાષ્ટ્રો વચ્ચે વિવિધ મુખ્ય દરિયાઈ મુદ્દાઓ પર સમાનતા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં ઇન્ફોર્મેશન ફ્યુઝન સેન્ટર-ઇન્ડિયન ઓશન રીજન (IFC-IOR), ગુરુગ્રામ દ્વારા માહિતીના આદાન-પ્રદાનનો સમાવેશ થાય છે. બેઠક પહેલાં, ઈટાલીના સંરક્ષણ મંત્રીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપી હતી. મુલાકાતી મહાનુભાવોએ માણેકશા સેન્ટર ખાતે ત્રણેય પાંખના ‘ગાર્ડ ઓફ ઓનર’ નું પણ નિરીક્ષણ કર્યું હતું.

