Site icon Revoi.in

કોવિડ-19ની રસીને લઈને બિલ ગેટ્સે ભારતની કરી પ્રશંસા

Social Share

મુંબઈઃ ભારતમાં કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા બે રસીને મંજૂરી આપવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં દેશમાં કોરોના વાયરસની રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની રસીકરણની તૈયારીઓ કરી લેવામાં આવી છે. દરમિયાન માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે ભારતમાં વૈજ્ઞાનિક નવીનીકરણ અને રસી ઉત્પાદન ક્ષમતાની પ્રશંસા કરી છે.

બિલ ગેટ્સે ટ્વી કરીને જણાવ્યું છે કે, ‘ભારતની વૈજ્ઞાનિક નવીનતા અને રસી ઉત્પાદન ક્ષમતામાં ભારતનું નેતૃત્વ જોઇને ખુબ ખુશી થઇ રહી છે, કેમ કે વિશ્વ કોવિડ -19 રોગચાળા સામે લડવાનું કામ કરી રહ્યું છે. બિલ ગેટ્સે PMO ને ટેગ કરીને ટ્વિટ કર્યુ હતું. દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખે પણ ભારતની પ્રશંસા કરી છે. તેમજ જણાવ્યું હતું કે, ભારત કોવિડ -19 સામે લડવા માટે તેની રસી ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કરશે, અને આ મહામારીને સાથે મળીને સંશાધનોનો યોગ્ય ઉપયોગ કરીને જ હરાવી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત દ્વારા કોરોના વાયરસની બે રસીને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે અન્ય એક રસીનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. બીજી તરફ દેશમાં કોરોના રસીને લઈને ડ્રાઈરન યોજવામાં આવી રહ્યાં છે.