1. Home
  2. Tag "Appreciation"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના ફ્લાવર શોની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર કરી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને આ શો સાથે મજબૂત લગાવ છે, કારણ કે મેં મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેને વધતો જોયો છે. આવા શો કુદરતની સુંદરતાની ઉજવણી કરે છે અને ટકાઉપણું વિશે જાગૃતિને પ્રેરણા આપે છે, તેમ પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું. […]

માઓવાદી પ્રભાવિત વિસ્તારોના વિકાસ માટે મહારાષ્ટ્ર સરકારની નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં વિકાસ માટે મહારાષ્ટ્ર સરકારની પહેલની પ્રશંસા કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે આ પ્રયાસ માત્ર લોકોના જીવનમાં સુધારો નહીં કરે પરંતુ વિકાસનો નવો રસ્તો પણ ખોલશે. પીએમ મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં 11 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચેસ ચેમ્પિયન ગુકેશને મળ્યાં, પીએમ મોદીએ કરી પ્રશંસા

નવી દિલ્હીઃ ચેસ ચેમ્પિયન ગુકેશ ડી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. પીએમ મોદીએ તેમના દ્રઢનિશ્ચય અને સમર્પણની પ્રશંસા કરી અને કહ્યું કે તેમનો આત્મવિશ્વાસ ખરેખર પ્રેરણાદાયી છે. તેમણે કહ્યું કે આજે તેમની વાતચીત યોગ અને ધ્યાનની પરિવર્તનકારી સંભાવનાની આસપાસ રહી. X પર થ્રેડ પોસ્ટમાં, PM મોદીએ લખ્યું હતું કે, “ચેસ ચેમ્પિયન અને ભારતના ગૌરવ, @DGukesh […]

સંસદમાં ‘પેલેસ્ટાઈન’ લખેલી બેગ લઈને પહોંચેલા પ્રિયંકા ગાંધીની પાકિસ્તાને કરી પ્રશંસા

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે ‘પેલેસ્ટાઈન’ લખેલી હેન્ડબેગ લઈને સંસદ પહોંચ્યા હતા. આ પગલાને પેલેસ્ટિનિયન લોકો સાથે સમર્થન અને એકતાના પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે. પ્રિયંકા ગાંધીના આ પ્રતીકાત્મક પગલાની ચર્ચા પાકિસ્તાનમાં પણ શરૂ થઈ ગઈ છે. પેલેસ્ટાઈન બેગ સાથે જોડાયેલા મુદ્દે પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ હસન ચૌધરીએ પ્રિયંકા ગાંધીની તસવીર સોશિયલ મીડિયા […]

આઈસીસીના પ્રમુખ જય શાહની પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીએ પ્રશંસા કરી

ભારતીય ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ, રવિ શાસ્ત્રી માને છે કે જય શાહમાં તેમની આસપાસની વસ્તુઓ શીખવાની જબરદસ્ત ક્ષમતા છે. તે તેમને ખૂબ જ જલ્દી અપનાવે છે. જય શાહ હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પ્રમુખ છે અને તેમણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે 1 ડિસેમ્બરે પ્રમુખ તરીકેનો કાર્યભાર […]

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના પ્રયાસોની પીએમ મોદીએ પ્રશંસા કરી

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક 2024, રવિવારે સમાપન સમારોહ સાથે પૂર્ણ થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મોડી રાત્રે બહુવિધ રમતોમાં ત્રિરંગાનું પ્રતિનિધિત્વ કરતી ભારતીય ટુકડીના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે, દેશને તેમના પર ગર્વ છે. તેમજ પીએમએ સોશિયલ મીડિચા પ્લેટફોર્મ પર જણાવ્યું કે, “પેરિસ ઓલિમ્પિકના સમાપન પ્રસંગે, હું રમતો દ્વારા સમગ્ર ભારતીય ટુકડીના પ્રયાસોની પ્રશંસા કરું છું. […]

ટી20 ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરનાર રવિન્દ્ર જાડેજાની પીએમ મોદીએ કરી પ્રશંસા

નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિન્દ્ર જાડેજાના નિવૃત્તિ પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં પીએમ મોદીએ રવિન્દ્ર જાડેજાના ખૂબ વખાણ કર્યા છે. રવિન્દ્ર જાડેજાના એક દિવસ પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ T20Iમાંથી નિવૃત્તિ લીધી હતી. રવીન્દ્ર જાડેજાની નિવૃત્તિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર […]

ભારતીય રણજી-IPLની પ્રશંસા કરનાર માઈકલ વોનની ટીકા કરનાર પાકિસ્તાની પત્રકારે માફી માંગી

નવી દિલ્હીઃ પાકિસ્તાની પત્રકાર ફરીદ ખાને સોશિયલ મીડિયા પર ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનની માફી માંગી છે. થોડા દિવસ પહેલા જ ફરીદે વોનના દાવાની ટીકા કરી હતી કે IPLમાં રમવું એ પાકિસ્તાન સામે રમવા કરતાં ટી-20 વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડના ખેલાડીઓ સારી તૈયારી કરી શકત. વોનની ટિપ્પણીનો જવાબ આપતા ફરીદે સોશિયલ મીડિયા પર પાકિસ્તાન ક્રિકેટનું […]

હવે પાકિસ્તાનના નેતા ફવાદ ચૌધરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કરી પ્રશંસા

નવી દિલ્હીઃ હાલ ભારતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. દરમિયાન પાકિસ્તાનના નેતાએ કોંગ્રેસની જીત માટે દુઆ માંગી હોવાના સમાચારના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન હવે પાકિસ્તાનના નેતા ચૌધરી ફવાદ હુસૈનને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સિનિયર નેતા રાહુલ ગાંધીના વખાણ કર્યાં છે. ફવાદ હુસૈનએ સોશિયલ મીડિયા ઉપર લખ્યું […]

ફિલ્મ ‘મેં અટલ હું’ રિલીઝ થઈઃ દર્શકોએ ફિલ્મ અને પંકજ ત્રિપાઠીના અભિયનની કરી પ્રશંસા

મુંબઈઃ ફિલ્મ અભિનેતા પંકજ ત્રિપાઠી અભિનીત ફિલ્મ ‘મૈં અટલ હું’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીની બાયોપિક છે, જેમાં પંકજ ત્રિપાઠીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મનું નિર્દેશન રવિ જાધવે કર્યું છે. પ્રથમ દિવસે ફિલ્મ જોઈને નીકળેલા દર્શકોએ ફિલ્મની પ્રશંસા કરી છે. દર્શકોએ પંકજ ત્રિપાઠીના અભિનિયની પણ પ્રશંસા કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code