Site icon Revoi.in

ભ્રષ્ટાચાર મામલે ભાજપાએ કોંગ્રેસ, આપ, આરજેડી અને જેડીયુ સહિતના પક્ષો ઉપર કર્યાં પ્રહાર

Social Share

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્રીય એજન્સીઓએ ગંભીર ગુનામાં સંડોવાયેલા મનતા રાજકીય આગેવાનો સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. આ મુદ્દે વિપક્ષી નેતાઓ એકઠા થઈને કેન્દ્ર સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરી રહ્યાં છે. તેમજ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરાતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. દરમિયાન ભાજપાએ ભ્રષ્ટાચાર સહિતના મુદ્દા ઉપર કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓને આડે હાથ લીધી હતી.

ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે, “જ્યારે પણ પ્રાદેશિક પક્ષો ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોય છે અને જ્યારે તપાસ એજન્સીઓ તેમના પર કાર્યવાહી કરી રહી હોય છે, ત્યારે તેઓ ક્યારેક વિક્ટિમ કાર્ડ રમતા હોય છે, તો ક્યારેક ઈમોશનલ કાર્ડ રમતા હોય છે. પરંતુ આ રાજકીય નેતાઓ પ્રજાના સવાલોના જવાબ નથી આપતા. આપી રહ્યા. બધા ભ્રષ્ટાચારીઓ એક પછી એક પકડાઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, “છેલ્લા બે-ત્રણ દિવસમાં ભ્રષ્ટાચારના કેસમાં સંડોવાયેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને CBI કોર્ટમાંથી રાહત મળી નથી અને EDએ તેમની કસ્ટડી મેળવી છે. આ રાજકીય દ્વેષ નથી. તેમણે કરેલા દારૂના કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે.” કેજરીવાલની પાર્ટી પર પ્રહાર કરતા બીજેપી નેતાએ કહ્યું, “કટ્ટર ઈમાનદાર પૂર્વ મુખ્યમંત્રી પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબ આપતા નથી. પરંતુ કોર્ટે કહ્યું કે મનીષ સિસોદિયા કોઈ પણ સવાલનો જવાબ આપી રહ્યા નથી અને તપાસ ચાલુ છે.” એજન્સીઓને મદદ કરે છે. તેઓને સાત દિવસના ED રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.”

બિહારમાં લાલુ પરિવાર વિરુદ્ધ થઈ રહેલી કાર્યવાહી અંગે ગૌરવ ભાટિયાએ કહ્યું, “અમે જોયું છે કે કેવી રીતે આરજેડી, જેણે પશુઓના ચારાને પણ છોડ્યો નથી, તે બિહારમાં જંગલરાજ અને ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો છે. તેઓ પણ સંપૂર્ણ રીતે ભ્રષ્ટાચારમાં સામેલ છે. તેમનું શીર્ષક છે તમારી જમીન આપો, નોકરી મેળવો.”

મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપર પ્રહાર કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “જનતા નીતિશ કુમાર જીને પલ્ટુ રામ કહે છે, નીતિશકુમારે જ અગાઉ લાલુ યાદવ બડી દેવી અને તેજસ્વી યાદવ સામે ગંભીર આક્ષેપ કરીને તપાસની માંગણી કરી હતી. હવે કેન્દ્રીય એજન્સીઓ તેમની સામે કાર્યવાહી કરી રહી છે ત્યારે નીતિશ કુમાર સત્યથી દૂર ભાગી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું, “કોંગ્રેસ સમયાંતરે કૌભાંડોમાં વ્યસ્ત રહી છે. 2G કૌભાંડ, કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ સહિત અને કૌભાંડ કોંગ્રેસની સરકારમાં થયાં છે. હવે દેશની જનતા જાણી ચુકી છે અને દરેક ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહીની માંગણી કરી રહી છે. ભ્રષ્ટાચારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.