Site icon Revoi.in

રાહુલ ગાંધીની BJPના CM હિમંતા સરમાએ ઈરાકના સરમુખત્યાર સદ્દામ હુસૈન સાથે સરખામણી કરી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે અને રાષ્ટ્રીય નેતાઓ ઝંઝાવતી પ્રચાર કરી રહ્યાં છે. તેમજ રાજકીય નેતાઓ દ્વારા આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદના કુબેનગરમાં ભાજપનો પ્રચાર કરતા આસામના મુખ્યમંત્રી હિમંતા સરમાએ રાહુલ ગાંધીની સરખામણી ઈરાકના સરમુખત્યાર સદ્દામ હુસૈન કરતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તેમજ સાવરકરજી વિશેના નિવેદન અંગે નારાજગી પણ વ્યક્ત કરી હતી.

કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કરતા હિમંતા સરમાએ જણાવ્યું હતું કે, ગાંધી વંશની છબી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કે સરદાર પટેલ જેવી હોવી જોઈએ, પરંતુ ઈરાકના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈન જેવી નહીં, હાલના દિવસોમાં મે જોયું છે કે, રાહુલ ગાંધીનો ચહેરો બદલાય ગયો છે, તેઓ આજકાલ સદ્દામ હુસૈન જેવા લાગે છે. ચહેરો બદલવો

રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા હિમંતા સરમાએ કહ્યું કે ગાંધી વંશની છબી મહાત્મા ગાંધી કે સરદાર પટેલ જેવી હોવી જોઈએ અને ઈરાકના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈન જેવી નહીં. હિમંતાએ કહ્યું, હવે મેં જોયું છે કે તેમનો (રાહુલ ગાંધી) ચહેરો પણ બદલાઈ ગયો છે. આ દિવસોમાં તેઓ ઇરાકના સરમુખત્યાર સદ્દામ હુસૈન જેવા દેખાવા લાગ્યા છે. ચહેરો બદલવો એ ખરાબ વાત નથી. ચહેરો બદલવો હોય તો વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ અથવા ગાંધીજી જેવો કરો, પરંતુ આપનો ચહેરો સદ્દામ હુસૈન જેવો કેમ થઈ રહ્યો છે ?

સરમાએ ચૂંટણી પહેલા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર સવાલ ઉઠાવતા દાવો કર્યો હતો કે તેઓ રાજ્યમાં અદ્રશ્ય છે. આસામના સીએમએ કહ્યું કે તેઓ રાજ્યની મુલાકાત એવી રીતે કરે છે જાણે કે તેઓ વિઝિટિંગ પ્રોફેસર હોય. તેમણે હિમાચલ પ્રદેશમાં પણ પ્રચાર નથી કર્યો. તે માત્ર એવી જગ્યાઓ પર જ જઈ રહ્યો છે જ્યાં ચૂંટણી થઈ રહી નથી, કદાચ એટલા માટે કે તેમને હારનો ડર છે. આસામના મુખ્યમંત્રીએ વધુમાં દાવો કર્યો હતો કે, કોંગ્રેસે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં હાજરી આપવા માટે બોલિવૂડ સ્ટાર્સને પૈસા ચૂકવ્યા હતા.