Site icon Revoi.in

બિહારમાં BJP નેતાની હત્યા, CCTV ફૂટેજ સામે આવ્યા

Social Share

પટનાઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજીક તત્વોનો ઉપદ્રવ વધ્યો છે. દરમિયાન આજે સવારે પટનામાં ભાજપના એક નેતાની હત્યા કરવામાં આવી હતી. બાઇક પર સવાર અજાણ્યા શખ્સોએ ભાજપના નેતાને માથામાં ગોળી મારી હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. ગુનેગારોએ પટનાના ચોક પોલીસ સ્ટેશન વિસ્તારના રામદેવ મંહતો કોમ્યુનિટી હોલ પાસે આ ઘટનાને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી બાઇક પર પલાયન થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચઅધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પબર દોડી ગયો હતો. તેમજ આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત  હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, રામદેવ મંહતો કોમ્યુનિટી હોલ પાસે, અજાણ્યા ગુનેગારોએ ભાજપના નેતાને માથામાં ગોળી મારીને હત્યા કરી હતી. ભાજપના નેતાની ઓળખ શ્યામ સુંદર શર્મા ઉર્ફે મુન્ના શર્મા તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, શ્યામ સુંદર શર્મા ઉર્ફે મુન્ના શર્મા ભાજપ ચોક મંડળના પૂર્વ અધ્યક્ષ રહી ચુક્યા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસ નજીકના અન્ય સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે. રવિવારે મુન્ના શર્માના ઘરે પુત્રનો જન્મ થયો હતો. સોમવારે સવારે તે પોતાના પરિવારને છોડાવવા માટે રોડ પર આવ્યો હતો. તેના ગળામાં સોનાની ચેઈન હતી, બદમાશોએ ચેઈન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન જ્યારે બીજેપી નેતાએ તેમનો વિરોધ કર્યો તો બદમાશોએ ગોળીબાર કર્યો હતો. ગોળી બીજેપી નેતાના માથામાં વાગી, જેના કારણે તેમનું મોત થયું.

Exit mobile version