- મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા
ગાંધીનગર, 8 જૂન 2026 – રાજ્યસભાની દ્વિ-વાર્ષિક ચૂંટણી અંતર્ગત ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ આજે ગુજરાત વિધાનસભા ખાતે ઉમેદવારીપત્ર રજૂ કર્યા હતા. ચૂંટણીની તારીખ 18 જૂન છે. જોકે ગુજરાતમાં સત્તાધારી પક્ષની બેઠકોની સંખ્યા જોતાં અને સામે કોંગ્રેસ પાસે લઘુતમ સંખ્યાબળ પણ નહીં હોવાથી ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ ચૂંટાશે તેવી શક્યતા છે.
ભાજપના ચારેય ઉમેદવાર શ્રી રાજુભાઈ શુક્લ, શ્રી માનસિંહ પરમાર, શ્રી મુકેશભાઈ રાઠવા અને શ્રી જીતેન્દ્રભાઈ કંણઝારિયાએ આજે ગુજરાત વિધાનસભા ખાતે નામાંકન પત્રક ભર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદી, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, પ્રદેશ મહામંત્રીશ્રીઓ પ્રશાંતભાઈ કોરાટ, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

