1. Home
  2. revoinews
  3. ભાજપે ગુજરાત સહિત રાજ્યસભા માટે ઉમેદવારો જાહેર કર્યા
ભાજપે ગુજરાત સહિત રાજ્યસભા માટે ઉમેદવારો જાહેર કર્યા

ભાજપે ગુજરાત સહિત રાજ્યસભા માટે ઉમેદવારો જાહેર કર્યા

0
Social Share

રિવોઈ ન્યૂઝ, 4 જૂન 2026 – ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની આગામી ચૂંટણી માટે આજે ગુરુવારે સાંજે ગુજરાત સહિત અન્ય રાજ્યોના ઉમેદવરોનાં નામોની જાહેરાત કરી છે.

ગુજરાતમાંથી રાજ્યસભા માટે જે ચાર નામ પસંદ કરવામાં આવ્યા છે તેમાં સર્વશ્રી રાજુભાઈ શુક્લ, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર તથા જિતેન્દ્રભાઈ મેઘજીભાઈ કંજારિયાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પક્ષે અરુણાચલ પ્રદેશમાં તાઈ તાગાકને ઉમેદવાર બનાવ્યા છે.

ભાજપે આ સાથે મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા મણિપુરના રાજ્યસભાના ઉમેદવારો પણ જાહેર કર્યા છે. મધ્યપ્રદેશમાં તરુણ ચુગ તથા રજનીશ અગ્રવાલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે મણિપુરમાં શ્રીમતી એ. શારદા દેવીને રાજ્યસભામાં મોકલવામા્ં આવશે.

રાજસ્થાનમાં પક્ષે શ્રીમતી (ડૉ) અલકા ગુર્જર તથા ડૉ. સતીષ પૂનિયાની રાજ્યસભાના ઉમેદવારો તરીકે પસંદગી કરી છે.

આ ઉપરાંત ઓડિશા માટે રાજ્યસભાની પેટાચૂંટણીના ઉમેદવારની પણ ભાજપ દ્વારા પસંદગી કરવામાં આવી છે. રાજ્યસભાની પેટાચૂંટણી માટે પક્ષે દેબાશીષ સામંતરાયને ઉમેદવાર બનાવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code